MORBI મોરબીના ભરતનગર પાસે ડીઝલ ટેન્કરમાં આગ લાગી અને જુના કટારીયા બ્રીજ નજીક LPG ટેન્કરમાં બ્લાસ્ટ થતા ૪ ટ્રક ટ્રેલરમાં આગ ભભુકી

MORBI મોરબીના ભરતનગર પાસે ડીઝલ ટેન્કરમાં આગ લાગી અને જુના કટારીયા બ્રીજ નજીક LPG ટેન્કરમાં બ્લાસ્ટ થતા ૪ ટ્રક ટ્રેલરમાં આગ ભભુકી.
મોરબી અને કચ્છમાં આગની બે ઘટના બની હતી જેમાં ભરતનગર પાસે ડીઝલ ટેન્કરમાં સાઈડમાં આગ લાગી હતી તેમજ માળિયા ભચાઉ રોડ પર જુના કટારીયા બ્રીજ નજીક LPG ટેન્કરમાં બ્લાસ્ટ થતા ૪ ટ્રક ટ્રેલરમાં આગ લાગી હતી અને એલપીજી ટેન્કર બ્લાસ્ટ થતા એના ટુકડા ૪૦૦ મીટર દુર સુધી ઉડ્યા હતા
મોરબીના ભરતનગર નજીક રાત્રીના ૧ : ૪૦ વાગ્યાના અરસામાં શ્યામકુંજ હોટેલ પાસે જીજે ૩૬ ટી ૩૩૨૯ ખાલી ડીઝલ ટેન્કરમાં આગળ સાઈડમાં આગ લાગી હતી જેથી મોરબી ફાયર ટીમ દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો તેમજ વહેલી સવારે ૫ : ૩૪ આસપાસ માળિયા ભચાઉ રોડ પર જુના કટારીયા બ્રીજ નજીક ભચાઉ સાઈડથી માળિયા આવતા એલપીજી ટેન્કરમાં બ્લાસ્ટ થયો હતો બ્લાસ્ટને કારણે બાજુમાં હોટલ પાર્કિંગમાં પડેલા ચાર ટ્રક ટ્રેલરમાં આગ લાગી હતી અને એલપીજી ટેન્કર પૂરું બ્લાસ્ટ થયું હતું જેના ટુકડા અને વ્હીલ ૪૦૦ મીટર દુર સુધી ગયા હતા
આગની ઘટના અંગે ભચાઉ ફાયર ટીમને કોલ મળ્યો હતો તે ઉપરાંત મોરબી ફાયર ટીમ, ગેલ ઇન્ડિયા પ્રાઈવેટ લીમીટેડ ફાયર ટીમ અને ગાંધીધામ ERC ફાયર ટીમે સાથે મળીને આગ પર કાબુ મેળવ્યો હતો હાલ કુલીંગ સહિતની કામગીરી ચાલી રહી છે સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી જોકે ટેન્કર બ્લાસ્ટને કારણે હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો જેને પોલીસે ક્લીયર કરાવ્યો હતો






