GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:વાલીઓએ શાળાની માન્યતા ચકાસ્યા વગર પ્રવેશ ના લેવા મોરબી જિલ્લા શિક્ષણાધિકારીનો અનુરોધ

MORBI:વાલીઓએ શાળાની માન્યતા ચકાસ્યા વગર પ્રવેશ ના લેવા મોરબી જિલ્લા શિક્ષણાધિકારીનો અનુરોધ
સરકારશ્રી દ્વારા વિદ્યાર્થીઓના માધ્યમિક અભ્યાસ માટે વિવિધ સરકારી શાળાઓ અને ગ્રાન્ટેડ શાળાઓ વર્ષોથી ઉપલબ્ધ છે. વાલીએ જયારે પણ ખાનગી શાળામાં પ્રવેશ લે ત્યારે એ માન્યતા પ્રાપ્ત છે કે નહિ તેની ચકાસણી કરી પછી જ વિદ્યાર્થીઓને એડમીશન અપાવે એવી જિલ્લા શિક્ષણાધિકારી કમલેશ એમ મોતા દ્વારા વાલીઓને અપીલ કરાઈ છે. કેટલાક વાલીઓ દ્વારા કિષ્ના સ્કુલ મહેન્દ્રનગરની ફરિયાદ આવી છે. એ સંદર્ભે જણાવવાનું કે એ સ્કુલની હાઇસ્કુલની માન્યતા નથી માટે કોઈએ એડમીશન લેવું નહિ જેની સર્વે વાલીઓએ નોંધ લેવી. તેમ કે.એમ.મોતા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, મોરબી દ્વારા જણાવાયુ છે.

1
/
93
જામીન પર છૂટ્યા બાદ જેલમાં પરત ન ફરનાર આરોપીઓને પકડવા ગુજરાત પોલીસે હાથ ધર્યું 'ઓપરેશન કારાવાસ'
ટંકારાના વિરપર ગામે ૮૦ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત: વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના હસ્તે શુભારંભ!
પૂજ્ય મહાત્મા ગાંધીજીનું અપમાન કરનાર BJP MLA સામે કોંગ્રેસનું આક્રમક વિરોધ પ્રદર્શન, રાજીનામાની માંગ
1
/
93





