GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:પોસ્ટલ બેલેટથી મતદાન કરતા મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.બી. ઝવેરી

MORBI:પોસ્ટલ બેલેટથી મતદાન કરતા મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.બી. ઝવેરી

 

મતદાન કરી લોકશાહીના પર્વમાં સહભાગી બનવા અપીલ કરતાં જિલ્લા કલેક્ટર કે. બી. ઝવેરી

જિલ્લા વિકાસ અધિકારી, નિવાસી અધિક કલેક્ટર અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સહિત ચૂંટણી તંત્રના અધિકારીઓએ મતદાનની ફરજ અદા કરી

 

મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીએ લોકશાહીના પર્વમાં સહભાગી બની મોરબીમાં પોલિટેકનિક કોલેજ ઘુંટુ ખાતે ઉભા કરાયેલા ફેસિટિલેશન સેન્ટર ખાતે મતદાન કરી લોકશાહીની ફરજ નિભાવી હતી. આ સાથે જિલ્લા વિકાસ અધિકારીશ્રી, નિવાસી અધિક કલેક્ટરશ્રી સહિત જિલ્લા ચૂંટણી તંત્રના અધિકારીશ્રીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું.

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ૭મી મે ના રોજ મતદાન યોજાવાનું છે. ત્યારે ચૂંટણી કામગીરીમાં રોકાયેલા અધિકારીઓ/કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે મોરબી જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા મોરબી, ટંકારા અને વાંકાનેર ખાતે પોસ્ટલ બેલેટ મતદાન કરવા માટેના ફેસિટિલેશન સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે. જ્યાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી કે.બી. ઝવેરી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.જે. પ્રજાપતિ, નિવાસી અધિક કલેક્ટરશ્રી એસ.જે. ખાચર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી કુલદીપસિંહ વાળા, હળવદ પ્રાંત અધિકારીશ્રી ધાર્મિક ડોબરીયા, મોરબી ગ્રામ્ય મામલતદારશ્રી નિખિલ મહેતા સહિત ચૂંટણી તંત્રના અધિકારીઓ-કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કરી લોકશાહીની પવિત્ર ફરજ નિભાવી હતી.

ચૂંટણી તંત્રના ઉચ્ચ અધિકારીશ્રીએ પોસ્ટલ બેલેટથી મતદાન કરી આગામી ૭ મેના રોજ મોરબી જિલ્લાવાસીઓને પણ અવશ્ય મતદાન કરી લોકશાહીના આ પર્વમાં સહભાગી બનવા અપીલ કરી હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!