KALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ તાલુકાના વાછાવાડ ગામે નવીન આંગણવાડી નું સાંસદ રાજપાલસિંહ હસ્તે લોકાર્પણ.
તારીખ ૧૧/૧૦/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
સમગ્ર ગુજરાત સહિત જીલ્લામાં વિકાસ સપ્તાહ ની ઉજવણી ચાલી રહી જેના ભાગરૂપે કાલોલ તાલુકાના વાછાવાડ ગામમાં નવીન આંગણવાડી નું લોકાર્પણ તારીખ ૧૧/૧૦/૨૦૨૪ ના રોજ પંચમહાલ જીલ્લા સાંસદ રાજપાલ સિંહ જાદવ સાથે કાલોલ વિધાનસભાના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ વરદ હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં મહિલા બાળ વિકાસના ચેરમેન હીરાબેન રાઠોડ,કાલોલ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ગુણવંતસિંહ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ જયદેવસિંહ ઠાકોર,પ્રોગ્રામ ઓફિસર ચૌધરી રમીલાબેન,સીડીપીઓ શારદાબેન વિંજ,દેલોલ સેજાના મુખ્ય સેવિકા સ્વાતિબેન રોય સહિત મોટીસંખ્યામાં ગ્રામ્યજનો ઉપસ્થિત રહ્યા હતા.