કિસાન મોરચો ભારતીય જનતા પાર્ટી,બનાસકાંઠા

10 ડિસેમ્બર જીતેશ જોષી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર
પાલનપુર બનાસકાંઠા
તમામ ખેત જણસીઓને ટેકાના ભાવથી ખરીદવાની
જાહેરાતને હર્ષભેર વધાવતો બનાસકાંઠા જિલ્લા ભાજપ કિસાન મોરચો કેન્દ્રીય કૃષિમંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણે શુક્રવારે સંસદમાં જણવાયુ હતુ કે દેશના ખેડૂતોની દરેલ નાનામાં નાની જણસીઓ કેન્દ્ર સરકાર ટેકાના ભાવથી ખરીદશે.અત્રે ઉલ્લેનખનીય છે કે વર્ષ ૨૦૦૪માં બનેલ સ્વામીનાથન કમિશને પોતાનો છેલ્લો રીપોર્ટ ઓકટોબર ૨૦૦૬માં કેન્દ્રની તત્કાલીન UPA સરકારને સુપરત કર્યો હતો અને એમાં ખેડૂતો માટે લાભદાયી અનેક ભલામણો હતી. કમનસીબે ૨૦૧૪ સુધી કેન્દ્રમાં શાસન કરી રહેલી UPA સરકારે સ્વામીનાથન રીપોર્ટની ભલામણો સ્વીકારવી તો દૂર,વાંચવાની પણ તસ્દી લીધી નહોતી લીધી.
૨૦૧૪માં શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતુત્વવાળી ભારતીય જનતા પક્ષની સરકાર બનતા જ વડાપ્રધાન શ્રી મોદીજીએ સ્વામીનાથન કમિશન રીપોર્ટની ભલામણો પર ગંભીરાતાપુર્વક કામ ચાલુ કર્યુ અને MSP ગણવાની ફોર્મ્યુલા બદલીને ખર્ચના ૧.૫ ગણી MSP આપવાની શરૂઆત કરી હતી. માત્ર એટલુ જ નહિં, પણ ટેકાના ભાવોની જાહેરાત ખેડૂત વાવણી કરે એ પહેલા થઇ જાય એ માટેની વ્યવસ્થાઓ પણ લાગુ કરી. પરીણામે ખેડૂતોને કયા પાકની વાવણી કરવી એન એનો ભાવ કેટલો મળશે એ અગાઉથી જ જાણકારી મળવા લાગી.
ખેડૂતોના હિતને સર્વોપરી માનનારી ભારતીય જનતા પક્ષની શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી સરકારે વધુ એકવાર ખેડૂતો માટે ખુબ જ મહત્ત્વની જાહેરાત કરી છે. માત્ર ૨૨ મોટી જણસીઓ જ નહિં પણ ખેડૂતો પાસેથી તમામ જણસીઓ કેન્દ્ર સરકાર ટેકાના ભાવે ખરીદે એ માટેની જાહેરાર કૃષિમંત્રીશ્રીએ કરી છે જે ખૂબ આવકારદાયક છે. આ નિર્ણયને ભાજપ જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ શ્રી તેજાભાઈ પી.રાજપુત મહામંત્રી શ્રી બાબુભાઈ ચૌધરી તેમજ શ્રી જયેશભાઇ એસ. દવે એ હર્ષભેર વધાવ્યો હતો અને જણાવ્યુ હતુ કે મોદીજીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પાણી અને વીજળીના યક્ષ પ્રશ્નોના સમાધાન કર્યા બાદ કેન્દ્રમાં પ્રધાનમંત્રી તરીકે સમગ્ર દેશના ખેડૂતોના ભલા માટે અનેકાનેક નિર્ણયો લીધા છે જેને કારણે ખેતી,ખેડૂત અને ગામડાં સમૃધ્ધ થયા છે.
જયેશભાઇ એસ.દવે
મહામંત્રી
કિસાન મોરચો ભાજપ, બનાસકાંઠા



