BANASKANTHAGUJARATPALANPUR
ગાયત્રી શક્તિપીઠ અંબાજી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પ્રકૃતિ મિત્ર એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા
11 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
ગાયત્રી તીર્થ અંબાજી ખાતે પ્રકૃતિના રક્ષણ અને સંરક્ષણ માટે દર વર્ષે અપાતા એવોર્ડ વિતરણ કાર્યક્રમનું નું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર રાજ્યમાંથી પ્રકૃતિ રક્ષણ માટે સતત કાર્યરત સભ્યો ની પસંદગી કરી પ્રકૃતિ મિત્ર સન્માન આપવામાં આવે છે.જેમાં જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ,પાલનપુર ખાતે ફરજ બજાવતા મ. શિક્ષણ નિરીક્ષક શ્રી ડૉ.એસ.ડી જોષી ને તેમના પ્રકૃતિ રક્ષણ, વૃક્ષારોપણ, સાહિત્ય સેવાઓ બદલ “પ્રકૃતિમિત્ર “ના એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા.





