ભરૂચ જિલ્લામાં દૈનિક ધોરણે રોડ-રસ્તાના રિપેરીંગની યુદ્ધના ધોરણે ચાલતી કામગીરીથી રાહત

સમીર પટેલ, ભરૂચ

નાગરિકોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે ભરૂચમાં માર્ગ-મકાન વિભાગ રાજ્ય દ્વારા ખડેપગે રહીને મેટલ પેચવર્ક સાથે ડામરથી સમારકામની અવિરત કામગીરી ચાલુ રાખેલ છે.
**
ભારે વરસાદને લીધે ક્ષતિગ્રસ્ત થયેલા જિલ્લાના નાના-મોટા રસ્તાઓના રિપેરિંગ, મેટલવર્કની કામગીરી પુર્ણ કરી ડામરપેચવર્કની કામગીરી ચાર દીવસથી પૂરપાટ વેગે આગળ વધી રહી છે
**
ભરૂચ- ભારે વરસાદને પગલે ભરૂચ જિલ્લાના રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા હતા, રસ્તાઓનું રિપેરિંગ વરસાદના વિરામ બાદ મેટલ પેચવર્ક પૂર્ણ કરી છેલ્લા ચાર દીવસથી ડામર પેચ ચાલુ કરી દેવામાં આવ્યા છે. ક્ષતિગ્રસ્ત થયેલા રોડ- રસ્તાઓને તત્કાલ અસરથી પૂર્વવત કરવા માટે માર્ગ મકાન રાજ્ય વિભાગ દ્વારા ખડેપગે રહીને કામગીરી કરવામાં આવી રહી છે.
વરસાદના કારણે નુકસાનગ્રસ્ત રસ્તાઓને લીધે નાગરિકોને મુશ્કેલી ભોગવવી ન પડે, તે માટે વરસાદ બંધ થતાં ભરૂચ જિલ્લામાં ક્ષતિગ્રસ્ત નાના-મોટા રસ્તાઓના રિપેરિંગ, મેટલવર્ક કરવાની કામગીરી પૂર્ણ કરી છેલ્લા ચાર દિવસથી ડામર પેચવર્કની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગ રાજ્ય હસ્તકના કુલ ૧૦૪ રસ્તાઓ પૈકી ૩૬ જેટલા રસ્તાને નુકસાન પહોંચ્યું તેમજ જે રસ્તાઓ ઉપર પાણીનો ભરાવો થયો હોય, તેનો નિકાલ કરી રસ્તાઓને ખુલ્લા કરવા માટે અને ઝડપથી રસ્તાઓમાં મેટલ કામ કરવા, પેચ કામ કરવા, રસ્તા પર આવતા ઝાડી ઝાંખરા દૂર કરવા સહિતની કામગીરી કરી મોટરેબલ બનાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે અને હાલ પૂરપાટ વેગે ડામર પેચની કામગીરી ચાલી રહી છે.
ચોમાસાની ઋતુમાં ભરૂચ જિલ્લામાં પડેલા સાર્વત્રિક ભારે વરસાદને કારણે માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય ) હસ્તકના કુલ ૧૦૪ પૈકી ૩૬ જેટલા રસ્તાઓને તેમજ ડૂબાવ કોઝવે/નાળાના એપ્રોચ સ્લેબ/વેરીંગ કોટને નુકશાન થયું હતું. માર્ગ અને મકાન વિભાગ રાજ્ય દ્વારા મેટલ અને ડામર માટે વધુમાં વધુ ટીમો બનાવીને નાયબ કાર્યપાલક ઈજનેરશ્રીઓ, મદદનીશ ઈજનેરશ્રીઓને ફરજ સોંપવામાં આવી છે. જેને મકાન વિભાગ, ભરૂચના તાબા હેઠળની પેટા વિભાગીય કચેરીઓના અધિકારી / કર્મચારીઓ દ્વારા સતત સ્થળ મુલાકાત કરી બે થી વધુ ડામર પ્લાન્ટ અંદાજિત ૭ થી વધુ જે.સી.બી., ૧૫ થી વધુ ડમ્પર /ટ્રેકટર, રોલર તથા અન્ય મશીનરીઓ અને ૧૧૫ જેટલા લેબરો દ્વારા દૈનિક ધોરણે મેટલ /ગ્રેડર / રોલર / લોડર વિગેરે જેવા સાધનોથી ડામર પેચ વર્કની કામગીરી કરીને રસ્તાને વાહન વ્યવહાર માટે ટ્રાફિકેબલ બનાવાયા અને હાલ પણ પેચ વર્કની કામગીરી નિયમિત ધોરણે ચાલુ છે.
વધુમાં,ભરૂચ જિલ્લાના તમામ રસ્તા પર મેટલ પેચ પૂર્ણ કરી હાલ ભૂવા થી ભાડભૂત , આમોદ મૂલર દહેજ તથા ભરૂચ થી અંકલેશ્વર વગેરે માર્ગોમાં ડામર પેચવર્ક અને ખાડા પૂરવાની કામગીરી સહિતના માર્ગોની મરામત કરી વાહનવ્યવ્હાર પૂર્વવત કરવામાં આવી રહ્યું છે. હાલ માર્ગ અને મકાન વિભાગ રાજ્ય દ્વારા ૮૬.૫૦ કિ.મીના નાના-મોટા રસ્તાઓને મેટલ પેચ પૂર્ણ કરી મોટરેબલ બનાવાયા છે. તથા હાલ ડામર પેચવર્કની કામગીરી શરૂ કરી મેટલ પેચ પૂર્ણ કરેલ લંબાઈ પૈકી ૪.૩૦ કિમી મા ડામર પેચ વર્ક પૂર્ણ ક્રવામાં આવેલ છે તથા બાકીની લંબાઈના રસ્તાઓ પર કામગીરી પૂરજોશમાં ક્રમશ પૂર્ણ કરવામાં આવશે. રાજ્ય માર્ગ મકાન રાજ્ય વિભાગ હસ્તકના માર્ગમાં આવતું કોઈપણ ગામ હાલ સંપર્ક વિહોણું નથી. તે સાથે વૈકલ્પિક રસ્તાઓ પણ નાગરિકો માટે ઉપલબ્ધ છે.
માર્ગ અને મકાન વિભાગ દ્વારા છેલ્લા પંદર દિવસથી યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યું છે. જિલ્લાના તમામ નાના-મોટા રસ્તાઓના રિપેરિંગ, મેટલવર્કની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે અને આગામી દિવસોમાં ડામર પેચની કામગીરી પણ પૂર્ણ કરી દેવાશે,અને રિ-સરફેસિંગના કામો વરસાદ બંધ થતા ચાલુ કરવામાં આવશે. તેમ જિલ્લાના કાર્યપાલક ઈજનેર એ. વી.વસાવાએ જણાવ્યું હતું.


