KALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ ની વૈભવ લક્ષ્મી સોસાયટીમાં 66 કેવી વીજ લાઈનના સ્પર્શથી ગંભીર રીતે દાઝી ગયેલા યુવકનું મોત

તારીખ ૦૭/૦૩/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
રામકૃપા સોસાયટીમાં રહેતા કનૈયાભાઈ બસંતભાઈ વૈષ્ણવ કાલોલ વૈભવ લક્ષ્મી સોસાયટીમાં ચર્ચ ની બાજુમાં આવેલા મકાનમાં એલ્યુમિનિયમ નો દરવાજો ફીટ કરવા માટે ગયા હતા ત્યારે દરવાજો વીજ વાયરને અડી જતા તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા અને વડોદરા એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ગુરુવારે સાંજના સુમારે એસએસજી હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં સારવાર દરમ્યાન 45 વર્ષીય કનૈયાભાઈ બસંતભાઈ વૈષ્ણવનું મોત નીપજ્યું હતું. જે અંગેની જાણ કાલોલ પોલીસ મથકે કૈલાશભાઈ વૈષ્ણવ દ્વારા કરવામાં આવતા પોલીસે એડીની નોંધ કરી બીએનએસ કલમ 194 મુજબ આગળની વધુ તપાસ ભાવેશભાઈ દ્વારા શરૂ કરવામાં આવી છે . ઉલ્લેખનિય છે કે સોસાયટી માંથી પસાર થતી હેવી વીજ લાઈન હટાવવા સ્થાનિક રહીશો દ્વારા આ પૂર્વે વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી.





