GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI :9મી ઓગસ્ટના ક્રાંતિદિવસથી કોંગ્રેસે મોરબીના દરબારગઢથી ન્યાયયાત્રાનો પ્રારંભ કર્યો

MORBI :9મી ઓગસ્ટના ક્રાંતિદિવસથી કોંગ્રેસે મોરબીના દરબારગઢથી ન્યાયયાત્રાનો પ્રારંભ કર્યો

 

 

Oplus_131072

મોરબીના દરબારગઢથી આ ન્યાય યાત્રાનું પ્રસ્થાન થયું છે. આ ન્યાય યાત્રામાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણી – ધારાસભ્ય પાલભાઈ આંબલીયા ગુજરાત કોંગ્રેસ કિશાન મોરચા પ્રમુખ લાલજી દેસાઈ – રાષ્ટ્રીય સેવા દળ પ્રમુખ જેનીબેન ઠુમર પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ પ્રગતિબેન આહીર પ્રદેશ સેવાદળ મહિલા પ્રમુખ વિમલ ચુડાસમા ધારાસભ્ય સોમનાથ અમિત ચાવડા વિધાનસભા વિરોધ પક્ષ નેતા પુર્વ ધારાસભ્ય લલિત કગથરા, ઋત્વિક મકવાણા, ઇન્દ્રનીલ રાજ્યગુરુ, પિરઝાદા સહિતના હાજર રહ્યા અને ગુજરાત બહારના અન્ય રાજ્યના લોકો પણ જોડાયા છે. જેમાં આંધ્ર પ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, પંજાબ, તેલંગાણા, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, તમિલનાડુ, હરિયાણા અને છત્તીસગઢના લોકો જોડાયા છે.

Oplus_131072

મોરબીમાં ક્રાંતિસભા સાથે ન્યાયયાત્રાના પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે આ તકે કોંગ્રેસ સેવાદળ પ્રમુખ લાલજી દેસાઈએ જણાવ્યું હતું કે ત્રણ દાયકાથી ગુજરાતમાં ભાજપના શાસન દરમિયાન લોકોને સવાલ પૂછવાની પાબંદી છે, અન્યાય સામે અવાજ ઉઠાવવામાં આવે તો વાતાવરણ ડહોળાઈ છે તેવો પ્રજા ઉપર આરોપ મુકાય છે ત્યારે આજના ક્રાંતિ દિવસે ભાજપના ભ્રષ્ટાચારી શાસન સામે અવાજ ઉઠાવવા અને રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં બનેલી ઘટનાઓમાં મૃત્યુ પામેલા મૃતકોને ઝડપી ન્યાય મળે તે માટે પીડિત પરિવારનો અવાજ બનવા આ ન્યાય યાત્રા યોજાઈ રહી છે.

Oplus_131072

કોંગ્રેસ સેવાદળ પ્રમુખ લાલજી દેસાઈએ કોંગ્રેસની ન્યાયયાત્રા સામે ભાજપે તિરંગા યાત્રા યોજતા સવાલો ઉઠાવતા કહ્યું હતું કે, ગુજરાતમાં ઘેર ઘેર તિરંગો લહેરાય જ છે જયાં નથી લહેરાતો ત્યાં તિરંગા યાત્રા યોજો. સાથે જ રાજ્યમા જેટલા ઓવરબ્રિજ બન્યા તેના બન્ને છેડે મુકવામાં આવેલ ભારતમાતાની પ્રતિમાઓના હાથમાં તિરંગો લહેરાવવા જણાવી આરએસએસના કાર્યાલય ખાતે આઝાદી બાદ ક્યારેય તિરંગો લહેરાયો ન હોય ત્યાં પણ તિરંગો લહેરાવવા ટકોર કરી હતી.વધુમાં લાલજી દેસાઈએ ઉમેર્યું હતું કે, ન્યાયયાત્રા દરમિયાન મોરબીમાં ક્રાંતિસભા, રાજકોટમાં સંવેદનસભા, સુરેન્દ્રનગરમાં આઝાદીસભા, વિરમગામમાં અધિકારસભા અમદાવાદમા સંવિધાનસભા અને ગાંધીનગરમા ન્યાયસભા યોજવામાં આવશે અને ગામેગામથી લોકોને થયેલા અન્યાય મામલે અવાજ ઉઠાવવામાં આવશે.સાથે કિશાન કોંગ્રેસ પ્રમુખ પાલભાઈ આંબલિયાએ પણ ભાજપના ભ્રષ્ટ શાસન વિશે ચાબખા મારતા કહ્યું હતું કે, મોરબી ઝૂલતાપૂલ, રાજકોટ ગેમઝોન, સુરતની તક્ષશિલા, વડોદરાની હરણી બોટ જેવી દુર્ઘટનામાં નિર્દોષ લોકોનો ભોગ લેવાયા બાદ ભ્રષ્ટ અધિકારીઓ અને ભાજપના નેતાઓને બચાવવા માટે સીટ, સત્ય શોધક સમિતિઓની રચના થાય છે અને પીડિતોને ઝડપી ન્યાય તો મળવો ઠીક ચણા મમરા જેવી સહાય વળતર ચૂકવાય છે જે યોગ્ય ન હોવાનું જણાવી આકરા પ્રહારો કર્યા હતા.

Back to top button
error: Content is protected !!