GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના બેલા રંગપર ગામે રેણાકમકાનમાં જુગાર રમતા છે ઈસમો ઝડપાયા
MORBI:મોરબીના બેલા રંગપર ગામે રેણાકમકાનમાં જુગાર રમતા છે ઈસમો ઝડપાયા

મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે પોલીસે બેલા(રંગપર) ગામે દરોડો પાડયો હતો. જ્યાં રહેણાંક મકાનમાં જુગાર રમતા રમેશભાઈ પરસોત્તમભાઈ અઘારા, વિનોદભાઈ મગનભાઈ સંઘાણી, વસંતભાઈ ગાંડુભાઈ ચાપાણી, ભરતભાઈ શિવલાલભાઇ સંઘાણી, અંકીતભાઈ રણછોડભાઈ કણસાગરા અને વિનોદભાઈ ઉર્ફે વિનુભાઈ રૂગનાથભાઈ માકાસણા નામના છ શખ્સોને પોલીસે પકડી લીધા હતા. તે શખ્સો પાસેથી રોકડ રૂ.-5,43,900, 6 મોબાઈલ ફોન, ત્રણ વાહન સહીત કુલ 10,83,900નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. પોલીસે તે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






