MORBI: મોરબી રોટરી ગ્રામ (અ)ની પ્રાથમિક શાળા માં શાનદાર સ્વાતંત્ર્ય દિવસ ની ઉજવણી
MORBI: મોરબી રોટરી ગ્રામ (અ)ની પ્રાથમિક શાળા માં શાનદાર સ્વાતંત્ર્ય દિવસ ની ઉજવણી

(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
દેશની એકતા અને અખંડિતતાના ગૌરવપૂર્ણ વારસાની વિરાસતના પ્રસંગોને જીવંત રાખતા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે આજ રોજ રોટરીગ્રામ (અ.) પ્રા. શાળામાં ૭૮માં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી જેમાં નારાઓના નાદ સાથે બુલંદ અવાજે રેલી કાઢવામાં આવી હતી. ત્યારબાદ નિયત સમયે ગામના આગેવાન પાંચોટીયા યોગેશભાઈ જેરામભાઈ અને પાંચોટીયા રાજેશભાઈ પ્રભુભાઈ ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. આ તકે SMC ના અધ્યક્ષ પાંચોટીયા કિરીટભાઈ માવજીભાઈ અને ગામના લોકો વિદ્યાર્થીઓ શિક્ષકો વગેરે એ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી. યોગેશભાઈ અને રાજેશભાઈ તરફથી શાળા વિકાસમાં પાંચ – પાંચ હજાર દાન આપવામાં આવેલ તેમજ કિરીટભાઈ તરફથી નાસ્તો કરાવવામાં આવેલ તેમ શાળાના આચાર્ય મણિલાલ વી. સરડવાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.






