MORBI:ગુજરાત ની સૌથી મોટી ગોઝારી ઘટના..મચ્છુ જળહોનારતને ૪૬વર્ષે વીત્યા પણ વેદના હજુ તાજી છે

MORBI:ગુજરાત ની સૌથી મોટી ગોઝારી ઘટના..મચ્છુ જળહોનારતને ૪૬વર્ષે વીત્યા પણ વેદના હજુ તાજી છે
મોરબી શહેરના નગરજનો મચ્છુ જળ હોનારત ૧૧મી ઓગસ્ટ ૧૯૭૯ના કાળમુખા દિવસને ક્યારેય ભુલી નહીં શકે આજે મચ્છુ જળ હોનારતની ૪૬મી વરસી છે આજના દિવસે એટલે કે આજથી ૪૫ વર્ષ ૫હેલા મોરબીના જોધપર પાસે આવેલ મચ્છુ-૨ ડેમ તુટ્યો હતો જેના ધસમસતા પાણીના મોજા મોરબી શહેર ઉપર ફરી વળતા મોટી ખાનાખરાબી સર્જાઈ હતી જેમાં હજારો નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા જે તે સમયે શ્રાવણ મહિનાના પવિત્ર દિવસોમાં લોકો તહેવારની તૈયારી કરતા હતા ત્યાં મોરબી ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાણીની પુષ્કળ આવકના કારણે ડેમની જળસપાટીમાં સતત વધારો જોવા મળ્યો હતો અને ૧૧મી તારીખે પહેલાના દિવસોમાં
પડેલા ભારે વરસાદના કારણે મચ્છુ-રડેમ છલોછલ ભરેલો હતો તેવા સમયે એક ડેમનો માટીનો પાળો તૂટવાથી ૧૧ ઓગસ્ટ ૧૯૭૯ના દિવસે જળપ્રલયની ભયાનક ઘટના બની હતી જેમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા હતા અને અનેક લોકો બેઘર થયા હતા જેની યાદ માત્રથી આજની તારીખે લોકોના શરીરમાંથી કંપારી છૂટી જાય છે
મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષ પણ મચ્છુ હોનારતના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે શોક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ શોક યાત્રા આજે બપોરે 3:30 કલાકે મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશનની મેઈન ઓફિસ, ગાંધી ચોક ખાતેથી પ્રારંભ થશે. યાત્રા ગાંધી ચોકથી શાક માર્કેટ સર્કલ, શક્તિ ચોક થઈને સ્મૃતિ સ્તંભ (મણિમંદિરનું પટાંગણ) ખાતે સમાપ્ત થશે.જ્યાં દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે. આ સાથે બે મીનીટનું મૌન પાળીને પ્રાર્થના કરીને શ્રધાંજલિ અર્પણ કરે છે









