MORBI મોરબીમાં ત્રણ શખ્સોએ ભક્તિનગર સોસાયટીમાં આધેડના બે વાહનો સળગાવ્યા

MORBI મોરબીમાં ત્રણ શખ્સોએ ભક્તિનગર સોસાયટીમાં આધેડના બે વાહનો સળગાવ્યા
મોરબી: મોરબી શહેરમાં લુખ્ખા તત્વોનો ત્રાસ દિનપ્રતિદિન વધી રહ્યો છે, જેના કારણે સામાન્ય જનતામાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં શહેરની ભક્તિનગર સોસાયટીમાં તસ્કરો કે અસામાજિક તત્વોએ મધરાતે ઘર પાસે પાર્ક કરેલા બે વાહનોને નિશાન બનાવી સળગાવી દેતા ચકચાર મચી ગઈ છે.
મળતી માહિતી મુજબ, મોરબીની શિવમ હોસ્પિટલ પાછળ આવેલી ભક્તિનગર સોસાયટી શેરી નંબર-02 માં રહેતા ભાવેશભાઈ મોહનભાઈ થારેચા (ઉ.વ. 45) ના ઘર પાસે પાર્ક કરેલા બે વાહનોને અસામાજિક તત્વોએ નિશાન બનાવ્યા હતા. આરોપીઓએ મોડી રાત્રે તેમના એક્ટિવા (GJ-36-AE-6444) અને મોટરસાયકલ (GJ-36-Q-2237) પર પેટ્રોલ છાંટી આગ ચાંપી દીધી હતી. આ આગમાં બંને વાહનો બળીને ખાખ થઈ ગયા હતા, જેનાથી અંદાજે ₹1,10,000/- નું આર્થિક નુકસાન થયું છે.આ મામલે ભોગ બનનાર ભાવેશભાઈએ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમા આરોપી નિકુંજભાઈ જાની (રહે. શિવરાજપુર, જસદણ) ડોડીયા સુજલ (રહે. જસદણ) એક અજાણ્યો શખ્સ સામે નામજોગ અને તપાસમાં ખુલે તે મુજબ ફરિયાદ દાખલ કરી છે.મોરબી પોલીસે આ મામલે ગંભીરતા દાખવી છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ નવા કાયદા મુજબ બી.એન.એસ. (BNS) કલમ 324(5) અને 54 મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રહેણાંક વિસ્તારમાં બનેલી આ ઘટનાને પગલે પોલીસે આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.








