MORBI મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા સઘન ચેકિંગ, નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે કાર્યવાહી

MORBI મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા સઘન ચેકિંગ, નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે કાર્યવાહી
મોરબી શહેર ના નાગરિકો સાથે આરોગ્ય નાં ચેડા કર્તા ખાદ્યપદાર્થ ના વેપારીઓ સામે કડક કાર્યવાહી કરતી મોરબી મહાનગર પાલિકા ની ફૂડ શાખા,
તાજેતર માં ફૂડસેફટી ઇન્સ્પેક્ટર દ્વારા શહેર ના વિવિધ રેસ્ટોરન્ટ અને સ્ટ્રીટ ફૂડ વેન્ડર સહીત કુલ ૨૭ એકમો માં સઘન ચેકીંગ હાથ ધરવા માં આવ્યું હતું. આ કામગીરી દરમ્યાન ગંભીર બેદરકારી બદલ ૧૬ ખાદ્યપદાર્થ નાં વેપારી ને નોટીસ ફટકારવા માં આવી.
વાસી ખોરાક અને અખાદ્ય ખોરાક નો સ્થળ પર જ નાશ કરાયો
(૧) વાવડી રોડ પર આવેલા મોમાઈ ફાસ્ટફૂડ માંથી હાઈજીન મેઈનટેન ન કરવા બાબત તથા વધુ પડતો ફૂડ કલર મળી આવતા સ્થળ પર નાશ કરાયો તથા વાસી બટર નો નાશ કરાયો
(૨) મોરબી બાયપાસ રોડ પર આવેલા કૃષ્ણ કેમેલી હોટેલ માંથી વધુ પડતો ફૂડ કલર મળતા સ્થળ પર નાશ કરાયો અને એક્સપાયરી ડેટ જતી રહી હોઈ તેવા ખાદ્ય પદાર્થ સ્થળ પર નાશ કરાયો









