MORBI:આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ ૧૮૧ “અભયમ” મહિલા હેલ્પલાઇનના ગુજરાતમાં સફળતા પુર્વક 10 વર્ષ પુર્ણ
MORBI:આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ ૧૮૧ “અભયમ” મહિલા હેલ્પલાઇનના ગુજરાતમાં સફળતા પુર્વક 10 વર્ષ પુર્ણ
ગુજરાત રાજ્યની વિશેષતા એ છે કે પ્રત્યેક બાબતમાં આગવી રીતે પહેલ કરી લોકોને સરળતાથી યોજનાઓનો લાભપહોચાડી શકાય તેવા અનેક સંવેદનશીલ નિર્ણયો લેવામાં આવેલ છે. મહિલાઓને ઘરેલુ હિંસા સહિતની વિવિધ પ્રકારની હિંસા તેમજ મુશ્કેલીની બાબતમાં તાત્કાલિક ધોરણે બચાવ અને સલાહ-માર્ગદર્શન ઉપરાંત મહિલાલક્ષી યોજનાઓની જાણકારી મળી રહે તે માટે “મહિલા હેલ્પલાઈન ની સુવિધાની ઉપલબ્ધીની આવશ્યકતા જણાતા ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ, રાજ્ય મહિલા આયોગ અને GVK EMRI દ્વારા સંકલિત રીતે ૮ માર્ચ ૨૦૧૫ ને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ રાજ્યવ્યાપી *૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન* શરુ કરવામાં આવી હતી.
હાલ ૧૮૧ મહિલા હેલ્પલાઇન હેઠળ ગુજરાત રાજ્યમાં કુલ ૫૯ રેસ્ક્યુવાનનો કાફલો ૨૪x૭ મહિલાઓની સલામતી અને સુરક્ષાની કામગીરીમાં કાર્યાન્વિત છે
આ 10 વર્ષના સમય ગાળામાં ગુજરાત રાજ્યમાંથી 1616844 થી વધારે કિસ્સાઓમાં મહિલાઓને જરૂરિયાત મુજબ સલાહ, બચાવ, માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું છે. અને ૧૮૧એ અનેક માહિલાઓના જીવનમાં નવી આશા જગાડી છે. તેમજ તાકીદની પરીસ્થિતિમાં ઘટના સ્થળ ઉપર અભયમ રેસક્યુવાન સાથે કાઉન્સિલર જઇ ને 324401 જેટલા કિસ્સાઓમાં મહિલાને મદદ પુરી પાડેલ છે.
મોરબી જિલ્લામાં એક ૧૮૧રેસ્ક્યુ વાન ટીમ કાર્યરત છે 10 વર્ષ ની સફળ કામગીરી દરમ્યાન ૧૮૧ અભયમ’ મહિલા હેલ્પ લાઈન દ્વારા મોરબી જિલ્લામાં કુલ 27884 જેટલા કિસ્સાઓમાં મહિલાઓ ને જરૂરિયાત મુજબ સલાહ- સુચન, માર્ગદર્શન અને બચાવની મદદ પુરી પાડેલ છે. અને ૧૮૧ અભયમ’ એ અનેક માહિલાઓના જીવનમાં નવી આશા જગાડી છે. તેમજ તાકીદની પરીસ્થિતિમાં ૧૮૧ અભયમ રેસયુવાન સાથે કાઉન્સિલર સહિતની ટિમ ઘટના સ્થળ ઉપર જઇ ને 6193 જેટલી મહિલાઓને મદદ પુરી પાડેલ છે.
વર્ષ ૨૦૨૪માં ૧૮૧ અભયમ’ મહિલા હેલ્પ લાઈન દ્વારા મોરબી જિલ્લામાં કુલ 786 જેટલા કિસ્સાઓમાં મહિલાઓ ને તાકીદની પરીસ્થિતિમાં ઘટના સ્થળ ઉપર ૧૮૧ અભયમ રેસક્યુવાન સાથે કાઉન્સિલર સહિતની ટીમ જઈ ને મદદ પુરી પાડેલ છે જેમાંથી કુશળ કાઉન્સિલિંગ દ્વારા 469 જેટલા કિસ્સાઓમાં સ્થળ પર જ સમાધાનકારી નિરાકરણ લાવવામાં સફળતા મળેલ તેમજ 220 થી વધુ કિસ્સાઓમાં ગંભીર પ્રકારની સમસ્યા જણાતા પીડિતાને આગળની કાર્યવાહી માટે પોલીસ સ્ટેશન,મહિલા સહાયતા કેન્દ્ર,જિલ્લા કાનૂની સેવા સતા મંડળ,ઓ.એસ.સી. વગેરે સંસ્થાઓ સુધી લઇ જઈને ન્યાય અપાવવાના પ્રયત્નો કરવામાં આવેલ તેમજ અન્ય ઘણા કિસ્સાઓમાં પીડિતા ઘર વિહોણા કે અજાણ્યા મળી આવેલ હોય તેવી પીડિતાઓને આશ્રયગૃહમાં આશરો અપાવેલ તેમજ ઘણા કિસ્સાઓમાં કોઈ કારણોસર ઘરેથી નીકળી ગયેલ હોય, ભૂલા પડેલા કે વૃદ્ધ અવસ્થાના કારણે ઘરેથી નીકળી ભૂલા પડેલ હોય તેવા કિસ્સાઓમાં ૧૮૧ ટીમના કુશળ કાઉન્સિલિંગ અને સુજજ્બુજ થી તેઓના પરિવાર સુધી પહોંચાડવાની ઉમદા કામગીરી કરવામાં આવેલ