સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે શ્રદ્ધા જવેલર્સ કે .એમ. પી જ્વેલર્સ વિ .જે.જવેલર્સ સી.એચ જ્વેલર્સ તાજેતર માં( બી આઈ એસ) ભારતીય માનક બ્યુરો દ્વારા રેડ કરવામાં આવી હતી

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે શ્રદ્ધા જવેલર્સ કે .એમ. પી જ્વેલર્સ વિ .જે.જવેલર્સ સી.એચ જ્વેલર્સ તાજેતર માં( બી આઈ એસ) ભારતીય માનક બ્યુરો દ્વારા રેડ કરવામાં આવી હતી જેમાં ઉપર જણાવેલ જ્વેલર્સોમાં ડુપ્લીકેટેડ હોલમાર્ક વાળા દાગીના જપ્ત કરવામાં આવ્યા હતા પ્રથમ તપાસ માં 241 ગ્રામ સોનાના દાગીનાઓ જપ્ત કરવામાં આવ્યા હતા જેમા હોલમાર્કિંગ (H U I D) વગરના દાગીના હતા ત્યારબાદ તપાસ દરમિયાન બીજા દિવસે સ્ટેટમેન્ટ બદલાઈ છે 190 ગ્રામ જુના હોલમાર્ક વાળા દાગીના જાહેર કરવામાં આવે છે.
હિંમતનગર શહેરમાં વેપારી જગતમાં વાત વધી થઈ છે કે વેપારીઓને અધિકારીઓ વચ્ચે ભીનું સંકેલી લેવામાં આવ્યું છે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં વાયુ વેગે વાત વહેતી થઈ છે કે રાજકીય ભલામણોના કારણે અને ઉચ્ચ અધિકારી ઓ સાથે મિલી ભગત કરીને સમગ્ર મામલો રફેદફે કરવા માં આવ્યો છે. ઉપરોક્ત સમગ્ર બાબત સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બની
અહેવાલ:- પ્રતિક ભોઇ



