MORBI -JAMNAGAR :મોરબી -જામનગર ઘરફોડ ચોરીના ગુન્હામાં ૧૬ વર્ષથી નાસ્તો ફરતો ઈસમ ઝડપાયો

MORBI -JAMNAGAR :મોરબી -જામનગર ઘરફોડ ચોરીના ગુન્હામાં ૧૬ વર્ષથી નાસ્તો ફરતો ઈસમ ઝડપાયો
મોરબી તથા જામનગર જિલ્લાના અલગ અલગ ત્રણ ઘરફોડ ચોરીના ગુન્હામાં છેલ્લા ૧૬ વર્ષથી નાસતા ફરતા આરોપીને દ્વારકા જિલ્લા ખાતે મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્ટાફની ટીમે ઝડપી પાડયો છે.
મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્ટાફને સંયુક્તમાં ખાનગીરાહે બાતમી મળેલ કે, મોરબી જીલ્લાના તથા જામનગર જીલ્લાના અલગ અલગ ત્રણ ઘરફોડ ચોરીના ગુન્હામાં નાસતો ફરતો આરોપી જારીયો ઉર્ફે રાજુ ઉર્ફે માનસીંગ સમરીયો સીંગાડીયા રહે. વાગધારી,ફુટતાલાબ તા.જોબટ જી.અલીરાજપુર (મધ્યપ્રદેશ) વાળો હાલે દેવભૂમિ દ્વારકા જિલ્લા ખાતે ખેત મજુરી કામ કરતો હોવાની બાતમી મળતા તુરંત બાતમીવાળી જગ્યાએ જઇ તપાસ કરતા ઘરફોડ ચોરીના ગુન્હામાં નાસતો ફરતો આરોપી દેવભૂમિ દ્રારકા જીલ્લાના ખંભાળીયા તાલુકાના ભાતેલ ગામની સીમ સિધ્ધરાજસિંહ પ્રભાતસિંહ જાડેજાની વાડી ખાતેથી મળી આવતા પકડી પાડી હસ્તગત કરી આગળની ઘટીત કાર્યવાહી અર્થે ટંકારા પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે.
આમ, મોરબી જીલાના ટંકારા પોલીસ સ્ટેશનના એક તથા જામનગર જીલ્લાના પંચ એ ડીવીઝન. પોલીસ સ્ટેશનના બે મળી એમ કુલ ત્રણ ઘરફોડ ચોરીના ગુન્હામાં છેલ્લા ૧૬ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં મોરબી જિલ્લા એલ.સી.બી/પેરોલ ફર્લો સ્કવોડની ટીમને સફળતા મળેલ છે.







