MORBI: ગુજરાત કોંગ્રેસ સેવાદળના પ્રદેશ મંત્રી તરીકે મોરબીના જુસબભાઈ કરીમભાઈ સંધવાણી ને મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી.
MORBI: ગુજરાત કોંગ્રેસ સેવાદળના પ્રદેશ મંત્રી તરીકે મોરબીના જુસબભાઈ કરીમભાઈ સંધવાણી ને મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી.
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ નેતા શ્રી લાલજીભાઈ દેસાઈ ના માર્ગદર્શન હેઠળ તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળની અધ્યક્ષ શ્રીમતી પ્રગતિબેન આહીર અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળના વાઈસ પ્રેસિડન્ટ સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી શ્રી રમેશભાઈ જારીયા ની સૂચનાથી આવનારી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં રાખી, મોરબી જિલ્લાના જુસબભાઈ કરીમભાઈ સંધવાણી ને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળના પ્રદેશ મંત્રી તરીકે મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી.
આ નિમણૂંક પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી ના કાર્યકારી અધ્યક્ષ શ્રી રાજુભાઈ આહીર, મોરબી જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ શ્રી કિશોરભાઈ ચીખલીયા તેમજ વાંકાનેરના પૂર્વ ધારાસભ્ય જાવેદ પીરઝાદા વરિષ્ઠ નેતાઓ ની હાજરીમાં મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આ સન્માન કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે સંગઠનને વધુ મજબૂત બનાવવા તથા આવનારી ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને પ્રભાવી બનાવવા માટે સૌએ પોતાના વિચારો વ્યક્ત કર્યા અને નવા નિમણૂંક પામેલા પ્રદેશ મંત્રીને હાર્દિક શુભકામનાઓ પાઠવામાં આવી હતી