GUJARATKUTCHMANDAVI

મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત રંગોળી તથા રેલીના માધ્યમથી નાગરિકોને જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.

ભુજ,તા-૨૫ નવેમ્બર : જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર કચ્છશ્રી અમિત અરોરાના સીધા માર્ગદર્શન હેઠળ હાલ સમગ્ર કચ્છ જિલ્લામાં SSR ૨૦૨૫ અને મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અમલમાં છે ત્યારે આ કાર્યક્રમનો વધુને વધુ પ્રચાર પ્રસાર થાય તેવા હેતુથી જિલ્લામાં SVEEP હેઠળ વિવિધ પ્રવૃત્તિઓ થઈ રહી છે.જે યુવક – યુવતીઓ તા.૧/૧/૨૦૨૫ સુધી ૧૮ વર્ષ પૂર્ણ કરેલા હોય તેઓ મતદાર યાદીમાં નામ નોંધાવી શકે છે. તા.૨૮ મી નવેમ્બર ૨૦૨૪ દરમિયાન પોતાનું નામ, ગામ કે શહેર મતદાર યાદીમાં નોંધાવી શકે છે. SVEEP હેઠળ આ તમામ બાબતોનો વધુને ને વધુ પ્રચાર અને પ્રસાર થાય તેવા હેતુસર જિલ્લાની તમામ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓ ઉપરાંત કોલેજોમાં રંગોળીઓ દોરીને તથા રેલી યોજીને વિદ્યાર્થીઓના માધ્યમથી ઘર ઘર સુધી SSR ૨૦૨૫ અને મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમનો પ્રચાર પ્રસાર કરાયો હતો. દરેક તાલુકા મથકના મહત્વના જાહેર સ્થળો જેવા કે બસ સ્ટેન્ડ, મામલતદાર ઓફીસ, પ્રાંત ઓફીસ, બગીચાઓ જેવી જગ્યાઓ ઉપર મેગા રંગોળીઓ બનાવવામાં આવી હતી. ઉપરાંત, તમામ તાલુકા મથકોએ વિદ્યાર્થીઓ દ્વારા રેલીઓ યોજીને સમગ્ર જિલ્લામાં SVEEP હેઠળ ૫૦થી વધુ જગ્યાએ રેલીના માધ્યમથી જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!