GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI મોરબી જિલ્લાના ડેમોની સ્થિતિ જાણો અહીં

MORBI મોરબી જિલ્લાના ડેમોની સ્થિતિ જાણો અહીં

 

 

મોરબી : મોરબી જિલ્લામાં લાંબા સમય બાદ મેઘરાજા મહેરબાન થયા છે. બે દિવસથી જિલ્લાના સતત વરસાદ પડી રહ્યો છે. સોમવારે પણ સમગ્ર જિલ્લામાં અવિરત વરસાદ ચાલુ છે. ત્યારે સોમવારે બપોરે 2 વાગ્યાની સ્થિતિ મુજબ મોરબી જિલ્લામાં આવેલા કુલ 10 ડેમોમાં નવા પાણીની આવક નોંધાઇ છે. મચ્છુ 2 ડેમમાં 10 હજાર ક્યુસેક નીરની આવક સાથ ડેમ 68 ટકા ભરાયો છે.

સિંચાઇ વિભાગના જણાવ્યા મુજબ 26 ઓગષ્ટ સોમવારે બપોરે 2 વાગ્યાની જિલ્લાના ડેમોની સ્થિતિ નીચે મુજબ છે..વાંકાનેર પાસે આવેલા મચ્છુ 1 ડેમમાં હાલમાં 5244 કયુસેક પાણી આવી રહ્યું છે. મચ્છુ 1 ડેમ હજુ 28 ટકા ભરાયો છે.

મોરબીની જીવાદોરી સમાન મહાકાય મચ્છુ 2 ડેમમાં હાલ 10668 કયુસેક પાણીની આવક થઈ રહી છે. મચ્છુ 2 ડેમ હાલમાં 68 ટકા ભરાઈ ગયો છે.

જ્યારે મચ્છુ 3 ડેમમાં 1347 કયુસેક પાણીની આવક થઇ રહી છે. મચ્છુ 3 ડેમ 85 ટકા ભરાયો છે. અને સલામતીના ભાગ રૂપે આ ડેમનો એક દરવાજો બે ફૂટ ખોલવામાં આવ્યો છે.

ટંકારાના ડેમી 1 ડેમમાં 2427 કયુસેક પાણીની આવક ચાલુ છે. આ ડેમ 32 ટકા ભરાયો છે.ડેમી 2 ડેમમાં પણ 850 કયુસેક પાણીની આવક છે. આ ડેમ 60 ટકા જેટલો ભરાયો છે.

ડેમી 3 ડેમમાં પણ નવા નીરની આવક થઈ છે. આ ડેમમાં 244 કયુસેક પાણીની આવક છે. આ ડેમ હાલમાં માત્ર 14 ટકા જ ભરાયો છે.જ્યારે હળવદનો બ્રાહ્મણી ડેમ 1માં 5669 કયુસેકની આવક થઈ રહી છે. આ ડેમ 52 ટકા જેટલો ભરાયો છે.

જ્યારે બ્રાહ્મણી 2 ડેમમાં 970 કયુસેકની આવક થઈ રહી છે. આ ડેમ 48 ટકા જેટલો ભરાયો છે.જ્યારે ઘોડધ્રોઈ ડેમમાં પણ 1526 કયુસેક પાણીની આવક નોંધાઇ છે. અને આ ડેમ 100 ટકા ભરાયો છે. અને ડેમનો એક દરવાજો એક ફૂટ જેટલો ખોલવામાં આવ્યો છે.જ્યારે બંગવાડી ડેમમાં 536 કયુસેક પાણીની આવક સાથે આ ડેમ 100 ટકા ભરાતા ઓવર ફલો થઈ રહ્યો છે.

અમરાપર ટોળ કોઠારીયા ને જોડતો રોડ ઉપર થી અવર જવર કરતા રાહદારીઓ એ નોધ લેવી

ટંકારા અમરાપર રોડ ઉપર મુખ્ય શમસાન પાસેના પુલિયા ઉપરથી ભયજનક સ્થિતિમાં પાણી વહેતું હોય ટંકારા મામલતદાર શ્રી કેતન સખિયાજી ટિમ સાથે નદીએ પહોંચી પુલ બંધ કરાવ્યો હોમગાર્ડ જવાનોના બંદોબસ્ત ગોઠવી કોઈએ સામા કાંઠે અવરજવર ન કરવા તથા સજાગ સાવચેત રહેવા જણાવ્યું.ટંકારા થી અમરાપર ટોળ કોઠારીયા ને જોડતો રોડ ઉપર થી અવર જવર કરતા રાહદારીઓ એ નોધ લેવી

બંગાવડી પાસેના બેઠા પુલ ઉપર પાણી ફરી વળ્યાં

ટંકારાના બંગાવડી ગામ પાસેના બેઠા પુલ ઉપરથી નદીનું પાણી જઈ રહ્યું છે. ડિઝાસ્ટર મામલતદાર કિરણ રોય ટીમ સાથે સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે. હાલ તંત્ર દ્વારા આ પુલ ઉપરથી અવર જવર નવી સૂચના ન આવે ત્યાં સુધી ટાળવા માટે અપીલ કરવામાં આવી છે.

 

Back to top button
error: Content is protected !!