MORBI:લાયન્સ ક્લબ મોરબી સીટી દ્વારા સીવણ કેન્દ્રમાં ચાલતા લાભાર્થી બહેનોને સિવણ સર્ટિફિકેટ નું વિતરણ કરવામાં આવ્યું

MORBI:લાયન્સ ક્લબ મોરબી સીટી દ્વારા સીવણ કેન્દ્રમાં ચાલતા લાભાર્થી બહેનોને સિવણ સર્ટિફિકેટ નું વિતરણ કરવામાં આવ્યું
લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટી અનેક સેવાકીય પ્રોજેક્ટ કરે છે તેમાં રણછોડ નગર સોસાયટી નવલખીરોડ પર આવેલ કષ્ટભંજન
હનુમાનજી મંદિરે 15 લાભાર્થી બહેનોને ત્રણ માસના કોષ પછી તેઓ પોતાની રીતે પગભર થાય અને પોતાનું તથા તેમના કુટુંબનું આર્થિક પોષણ કરી શકે તે માટે અમારા લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટી ના સૌરાષ્ટ્ર કચ્છના પાસ્ટ ડીજી લાયન રમેશભાઈ રૂપાલા અને સેક્રેટરી લાયન ત્રિભોવનભાઈ શ્રી ફુલતરીયા તેમજ ખજાનચી લાયન મણીલાલ જે કાવર અને લાયન સભ્ય માદેવભાઈ ચીખલીયા તેમજ સાંઈ મંદિરના મહંત શ્રી બાબુભાઈ અને કેન્દ્ર સંચાલિકા કાજલબેન જાનીના હસ્તે શિવણ સર્ટિફિકેટ નું વિતરણ કરવામાં આવ્યું. આ વિતરણ કાર્યક્રમમાં લાયન્સ ક્લબ ઓફમોરબી સીટી ના પ્રેસિડેન્ટ લાયન કેશુભાઈ દેત્રોજા ના માર્ગદર્શન તળે આ સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું લાયન્સ કલબ ઓફ મોરબી સીટી આવા સેવાકીય પ્રોજેક્ટ કરીને સામાન્ય પરિવાર ના બહેનોને પગભર કરવાનો એક પ્રકલ્પ કરી રહ્યા છે સર્ટિફિકેટથી લાભાર્થી બહેનોને રોજી રોટી મળે એ ભાવના સાથે લાયન્સ મોરબી સીટી આવા પ્રોજેક્ટ કરી રહ્યું છે આ પ્રોજેક્ટ ના સૌજન્ય દાતા લાયન મણીભાઈ જે કાવર તથા કૃષ્ણ ચેરીટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ હતા તેમનો લાયન પરિવાર ખૂબ ખૂબ આભાર માને છે એવું લાયન સેક્રેટરી ત્રિભોવનભાઈ સી ફુલતરિયા ની યાદી માં જણાવવામાં આવે છે









