GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: જિલ્લાના ખેડૂતોએ વિવિધ યોજનાઓનો લાભ લેવા આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવા અનુરોધ

તા.૩૦/૪/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ જિલ્લાના ખેતી કરતા ખેડૂત મિત્રોએ વર્ષ ૨૦૨૫-૨૬ની ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી www.ikhedut.gujarat.gov.in પર કરી શકાશે.
આ માટે તા.૧૫/૦૫/૨૦૨૫ સુધી નવીન આઇ ખેડુત પોર્ટલમાં ઓનલાઇન અરજીઓ કરી શકાશે. જેમાં ખેડૂત મિત્રોએ અરજી કરતાં પહેલા નોંધણી કરવી તેમજ નોંધણી કરવા માટે મોબાઇલ નંબર આપવો ફરજિયાત રહેશે. ત્યાર બાદ વિવિધ યોજનાઓનો લાભ લેવા ખેડુતો ઓનલાઇન અરજી કરી શકશે. પોર્ટલ પર અરજી મેળવવાની સમય મર્યાદા પૂર્ણ થયા બાદ તમામ અરજી માટે જિલ્લા/તાલુકા કક્ષાએથી ડ્રો નું આયોજન થશે અને અગ્રતા યાદી તૈયાર કરવામાં આવશે. જે મુજબ લક્ષ્યાંકની મર્યાદામાં પુર્વમંજુરી આપવામાં આવશે.જેનો લાભ લેવા સૌ ખેડુતમિત્રોને જિલ્લા પંચાયત રાજકોટના જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીએ અનુરોધ કર્યો છે.



