MORBIMORBI CITY / TALUKO

MORBI:લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા છેવાડાના વિસ્તારોમાં અને સ્લમ એરિયામાં નવરાત્રિ મહોત્સવમાં ગરબે ઘુમતી બાળાઓ ને લ્હાણી વિતરણ 

MORBI:લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા છેવાડાના વિસ્તારોમાં અને સ્લમ એરિયામાં નવરાત્રિ મહોત્સવમાં ગરબે ઘુમતી બાળાઓ ને લ્હાણી વિતરણ

 

 


લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં માતાજીની નવનવ દિવસ સુધી ચાચર ચોકમાં આરાધના કરતી અને ગરબે ઘુમતી બાળાઓ ને લાયન્સ કલબ ઓફ મોરબી સીટી ના દિલેર દાતાશ્રી પ્રમુખ લા હરખજીભાઈ ટી સુવારિયા મુખ્ય દાતાશ્રી અને પુર્વ ખજાનચી લા મણીલાલ જે કાવર સહ દાતા તરફથી ૭૦૦ બાળાઓ ને લ્હાણી આપવામાં આવી આ સેવાકાર્યમાં લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા નીચે મુજબની ગરબી મંડળમાં આધશકિત સ્વરૂપા બાળાઓ ને લ્હાણી આપવામાં આવી
-જય માતાજી ગરબી મંડળ લીલાપર રોડ મોરબી
-કસ્ટભંજન હનુમાનજી મંદિર ગરબી મંડળ રણછોડનગર નવલખી રોડ મોરબી – કિશન પાર્ક ૧-૨-૩ અને નિત્યાનંદ ઉમિયા ગરબી મંડળ મોરબી – જય અંબે ગરબી મંડળ રાજપર( કુ) – સતનામ ગરબી મંડળ સતનામ નગર સોસાયટી ન્યુ ચંદ્રેશનગર મોરબી – શીતળા માતાજી ગરબી મંડળ માળિયા ( મિ) જેવી ગરબી મંડળની બાળાઓ ને હિન્દુ સંસ્કૃતિ ઉજાગર કરે અને તેઓને પ્રોત્સાહન મળે એ સબબ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી ના મુખ્ય દાતાશ્રી લા હરખજીભાઈ ટી સુવારિયા ના હસ્તે લ્હાણી આપવામાં આવી તેમજ સહ દાતા લા મણીલાલ જે કાવર અને સૌરાષ્ટ્ર કચ્છના ફર્સ્ટ પાસ્ટ ડિસ્ટરિક ગવર્નર લા રમેશભાઈ રૂપાલાની પ્રેરક હાજરીમાં અને સેક્રેટરી અને ઝેડ સી લા કેશુભાઈ દેત્રોજા ખજાનચી લા ચંદુભાઈ કુંડારિયા પુર્વ પ્રમુખો લા ત્રિભોવન ભાઈ સી ફુલતરિયા લા ભીખાભાઈ એમ લોરિયા તેમજ લાયન સભ્યો લા મહાદેવભાઈ ચિખલિયા લા નાનજીભાઈ મોરડીયા લા ચેતનભાઈ રાબડીયા લા બાલુભાઈ પાંચોટીયા લા કિશોરભાઈ ધોરિયાણી લા રશ્મિકાબેન રૂપાલા લા ઉમેશભાઈ પાડલિયા ની ઉપસ્થિતિમાં અલગ અલગ ગરબી મંડળની બાળાઓ ને લ્હાણી આપવામાં આવી


જેમાં હિન્દુ મુસ્લિમ એકતાના દર્શન થાય તેવી જય શીતળા માતાજી ગરબી મંડળમાં માળિયા (મિ) ના પી આઈ કુલદિપ સિંહ દરબાર અને તેમના સ્ટાફે સૂચક હાજરી આપી હતી તેવુ સેક્રેટરી લા કેશુભાઈ દેત્રોજા અને પુર્વ પ્રેસિડેન્ટ લા ત્રિભોવનભાઈ સી ફુલતરિયા ની યાદીમાં જણાવવામાં આવે છે

Back to top button
error: Content is protected !!