પાટડીના સાવડા ગામની જર્જરિત ગ્રામ પંચાયતનો પંખો સરપંચના માથા ઉપર પડતાં ગંભીર ઇજા પહોંચી
આ જર્જરીત પંચાયત અંગે અગાઉ અનેકો વખત રજૂઆત કરવા છતાં કોઈ જ પરિણામ આવ્યું નહોતું.
તા.03/08/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
આ જર્જરીત પંચાયત અંગે અગાઉ અનેકો વખત રજૂઆત કરવા છતાં કોઈ જ પરિણામ આવ્યું નહોતું.
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના સાવડા ગામની ગ્રામ પંચાયત ઘણા સમયથી જર્જરિત થવા પામી છે આજે સાવડા ગામના સરપંચ હનુભા દાદુભા સોઢા તેમજ તલાટી કમ મંત્રી ગ્રામ પંચાયતમાં બેઠા હતા ત્યારે જર્જરિત થઈ ગયેલા ધાબાના પોપડા સાથે સિલીંગ પંખો સરપંચ હનુભા દાદુભા સોઢાના માથા ઉપર પડતા એમને તાકીદે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જેમાં એમને માથામાં પાંચ ટાંકા સાથે ગંભીર ઇજા પહોંચી હતી આ બાબતે સરપંચ હનુભા દાદુભા સોઢા તેમજ તલાટી મંત્રીએ જણાવ્યું કે, છેલ્લા 20 વર્ષ અગાઉ ગ્રામ પંચાયત ઘર બનાવેલુ જે જર્જરિત થતાં ત્રણ વર્ષથી લેખિત આપવા છતાં કોઈ રીપેરીંગ હાથ ધરવામાં આવતું નથી કે નવું ગ્રામ પંચાયત ઘર બનાવવા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે સાવડા ગામના સરપંચ હનુભા દાદુભા સોઢાને અગાઉ શ્રેષ્ઠ કામગીરી બદલ શ્રેષ્ઠ સરપંચનો એવોર્ડ પણ મળેલો છે.