MORBI મોરબીના મહેન્દ્રનગર ગામે ફોર વ્હીલર ગાડી આપવાનું કહીને આંગડીયા પેઢી મારફત રૂ ૪.૩૫ લાખ છેતરપિંડી
MORBI મોરબીના મહેન્દ્રનગર ગામે ફોર વ્હીલર ગાડી આપવાનું કહીને આંગડીયા પેઢી મારફત રૂ ૪.૩૫ લાખ છેતરપિંડી
મોરબીના મહેન્દ્રનગર ગામે કંપનીનું નામ આપી ફોર વ્હીલર ગાડી આપવાનું કહીને આંગડીયા પેઢી મારફત રૂ ૪.૩૫ લાખ મેળવી વિશ્વાસઘાત અને છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ નોંધાવી છે મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
મોરબીના વાઘપરા શેરી નં ૦૬ માં રહેતા ખોડીદાસભાઈ રમેશભાઈ પરમાર (ઉ.વ.૩૨) વાળાએ આરોપી અર્પિતકુમાર પટેલ વિરુદ્ધ ચીટીંગની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી કંડલા બાયપાસ રોડ પર શિવ મોટર્સ નામની ફોર વ્હીલર ગાડીનું સર્વિસ સ્ટેશન ચલાવી વેપાર કરે છે ગત તા. ૨૧ માર્ચના રોજ મોબાઈલ ફોનમાં OLX એપ્લીકેશન ડાઉનલોડ કરેલ હોય જેમાં બપોરના સમયે મોબાઈલ ફોન જોતો હતો અને OLX માં ફોર વ્હીલર ગાડી જૂની ખરીદવા માટે જાહેરાત આવતા ગાડી ખરીદવા મેસેજ કર્યો અને સામેથી મોબાઈલ નંબર ૯૯૦૯૨ ૦૨૩૯૦ આવેલ જેમાં સંપર્ક કરતા વિમલભાઈ નામના વ્યક્તિએ ફોનમાં વાત કરી હાલમાં એક જૂની આઈ ૨૦ કાર વેચવાની છે જેથી તા. ૨૩ માર્ચ ના રોજ વિમલભાઈને ફોન કરતા તેને હળવદ રોડ રામકો સોસાયટી પાસે જીવરાજ ફાર્મ પાસે બોલાવ્યા હતા જ્યાં સફેદ કલરની આઈ ૨૦ કાર જીજે ૩૬ એલ ૭૧૩૦ બતાવી હતી અને ભાવ રૂ ૫.૫૦ લાખ કરી હતી અને તેને રૂ ૪.૫૦ લાખ માં વેચાણ કરવાની હોય તો વાત કરજો તેમ કહ્યું હતું તા. ૨૮ માર્ચના રોજ બપોરે મોબાઈલ નં ૯૯૭૮૪ ૮૭૮૪૪ પર મોબાઈલ નંબર ૮૭૩૪૮ ૩૩૨૭૬ પરથી ફોન આવ્યો અને વાત કરી હતી કે કાર ટવેન્ટી માંથી અર્પિતકુમાર પટેલ વડોદરાથી બોલું છું વિમલભાઈ પાસેથી જે આઈ ૨૦ કાર ખરીદવાની છે જે બાબતે વિમલભાઈ પટેલ સાથે વાતચીત થઇ છે તેઓની કાર મેં ખરીદી કરી છે અને વિમલભાઈને ક્રેટા કાર ખરીદવાની છે તેમાં હું તેઓને ડિસ્કાઉન્ટ કરી આપવાનો છું વિમલભાઈ પાસેથી ખરીદ કરેલ આઈ ૨૦ કાર તમને પસંદ આવતી હોય તો મારે પણ વેચવાની છે તેમ વાતચીત થઇ હતી અને વિમલભાઈ પાસે ગાડી જોઈ આવો જો તમને પસંદ આવે તો રૂ ૪,૫૧,૦૦૦ માં સોદો કરી આપીશ મોબાઈલ ફોનમાં અર્પિતકુમાર પટેલનો ફોન આવેલ અને વાતચીત કરતા વિમલભાઈએ કહ્યું હા મારામાં પણ અર્પિતકુમાર પટેલ વડોદરાથી કોઈ ભાઈનો ફોન આવ્યો અને કહેતા હતા કે તમે તમારી આઈ ૨૦ કાર ફોર વ્હીલર ગાડી મોરબીના ખોડીદાસભાઈને રૂપિયા ૪.૫૧ લાખમાં વેચાણથી આપી દેજો હું તમારે ક્રેટા કાર ખરીદવાની છે તેમાં રૂપિયા એક લાખનો ફાયદો કરી આપીશ તા. ૨૯-૦૩ ના રોજ અર્પિતકુમારનો ફોન આવ્યો કે તમે ગાડીની પેમેન્ટ ક્યારે કરાવશો જેમ બને તેમ ગાડીનું પેમેન્ટ વહેલું કરાવજો જેથી કાર ૨૪ નો સ્ટાફ ગાડી ખરીદ કરવાની પ્રોસીઝર પૂરી કરી આપે અને તમારા તેમજ ગાડીના ફોટોગ્રાફ પણ જેથી અમારો કાર ૨૪ સ્ટાફ ગાડી ખરીદ કરવાની પ્રોસીઝર પૂરી કરી આપે અને ગાડીનો ફોટોગ્રાફ પણ પાડી આપશે જેથી ફરિયાદીએ મહેન્દ્રનગર ચોકડી પાસે વી પટેલ નામનું આંગડીયું આવેલ છે તેમાં તેમાં આંગડીયું મોકલી આપો કહ્યું જેથી ફરિયાદી અને નાનો ભાઈ ઘરેથી રોકડા રૂ ૪,૩૫,૦૦૦ લઈને મહેન્દ્રનગર ચોકડી વી પટેલ આંગડીયા ઓફિસે પહોંચ્યા અને અર્પિતકુમાર પટેલને ફોન કરી કહ્યું કે કાર ૨૪ ના સાહેબો કલોલ છે જેથી તમે ત્યાં મોકલી આપો અને થોડીવાર પછી આંગડીયું મળી જાય એટલે તમને ફોન કરી અમે આંગડીયા ઓફીસ નીચે ઉભા હતા અને વિમલભાઈ પટેલ તેમજ તેના પિતા બંને ગાડી લઈને આવેલ ગાડીના ડોક્યુમેન્ટ જોતા હતા અને વિમલભાઈએ કહ્યું કે અર્પિતકુમારનો ફોન આવે એટલે ગાડીની ચાવી તમને આપી દઉં બાદમાં અર્પિતકુમારનો ફોન સ્વીચ ઓફ આવ્યો હતો અને રૂ ૪.૩૫ લાખની વિશ્વાસઘાત છેતરપીડી આચરી હોવાની ફરિયાદ નોંધાવી છે સીટી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે