ARAVALLIGUJARATMODASA

અરવલ્લી જિલ્લાના મોડાસા ખરીદ કેન્દ્રને મગફળી ખરીદી માટેના મોડલ કેન્દ્ર તરીકે વિકસિત કરવામાં આવ્યું

અરવલ્લી

અહેવાલ: હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જિલ્લાના મોડાસા ખરીદ કેન્દ્રને મગફળી ખરીદી માટેના મોડલ કેન્દ્ર તરીકે વિકસિત કરવામાં આવ્યું

ગુજરાત સરકારના ખેડૂતલક્ષી અભિગમને અનુરૂપ, ખરીફ સીઝન ૨૦૨૫-૨૬માં મગફળી, મગ, અડદ તેમજ સોયાબીન જેવા મુખ્ય પાકોની ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા રાજ્યભરમાં સફળતાપૂર્વક ચાલી રહી છે. આ અભિયાન અંતર્ગત અરવલ્લી જિલ્લાના મોડાસા ખરીદ કેન્દ્રને મગફળી ખરીદી માટેના મોડલ કેન્દ્ર તરીકે વિકસિત કરવામાં આવ્યું છે.

કેન્દ્રીય નોડલ એજન્સીઓ નાફેડ (NAFED) અને એન.સી.સી.એફ. (NCCF) દ્વારા ચાલુ સીઝનમાં મોડાસા ખાતે આ મોડલ ખરીદી કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કેન્દ્ર પર પારદર્શક અને આધુનિક વ્યવસ્થા સાથે ખરીદી કરવામાં આવે છે, જેમાં સીસીટીવી કેમેરા, ડિજિટલ વજનકાંટા તેમજ ત્વરિત ચુકવણીની સુવિધા ઉપલબ્ધ છે. આ મોડલ કેન્દ્ર અન્ય ખરીદી કેન્દ્રો માટે પ્રેરણારૂપ બનશે અને ખેડૂતોને વધુ સારી સેવા પૂરી પાડશે.રાજ્યમાં તા. ૯ નવેમ્બર ૨૦૨૫થી શરૂ થયેલી આ ખરીદી પ્રક્રિયામાં અનેક કેન્દ્રો કાર્યરત છે. ગુજરાત સરકારે ખેડૂતોને આર્થિક રક્ષણ આપવા માટે ઐતિહાસિક પેકેજ જાહેર કર્યું છે, જે અંતર્ગત અંદાજે ૧૫,૦૦૦ કરોડ રૂપિયાના મૂલ્યના પાકોની ખરીદી કરવામાં આવશે.

અરવલ્લી જિલ્લાના ખેડૂતોએ આ મોડલ કેન્દ્રની વ્યવસ્થાને આવકારી છે. તેમણે જણાવ્યું કે, પારદર્શક ખરીદી, ત્વરિત ચુકવણી અને સારા ભાવને કારણે તેમને મોટી રાહત મળી છે. આ કેન્દ્રથી સ્થાનિક ખેડૂતોને પોતાના પાકનું યોગ્ય મૂલ્ય મળશે અને તેમની આર્થિક સ્થિતિ મજબૂત બનશે.ગુજરાત સરકારનું આ પગલું ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ છે અને તે રાજ્યને કૃષિ ક્ષેત્રે વધુ સશક્ત બનાવશે.

 

Back to top button
error: Content is protected !!