હાલોલ:લાયન્સ ક્લબ ઓફ હાલોલ સનરાઈઝ દ્વારા શિક્ષક સન્માન તેમજ અભિવાદન કાર્યક્રમ વીર ન્યુ લુક સ્કૂલ ખાતે યોજાયો

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૮.૯.૨૦૨૪
ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ ના સન્માનમાં દર વર્ષે ૫મી સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે.જે આપણા ગૌરવવંતા ઈતિહાસમાં એવા કેટલાક મહાન ગુરુ-શિષ્યો અમર થઈ ગયા છે. ઈતિહાસના પાને તેમનાં નામ સુવર્ણ અક્ષરે લખાયેલાં છે. આ મહાન ગુરુ- શિષ્યો છે – ગુરુ સાંદીપનિ અને ભગવાન શ્રીકૃષ્ણ, ગુરુ દ્રોણાચાર્ય અને અર્જુન, અતિ વિદ્વાન ગુરુ ચાણક્ય અને ચંદ્રગુપ્ત.આ ગુરુઓએ જ તેમના તેજસ્વી શિષ્યોને જીવનમાં આગળ વધવાનો રાહ ચિંધ્યો.વિદ્યાર્થી તરીકે આ દિવસે કોઈ સારો સંકલ્પ કરવો જોઈએ અને શિક્ષકના પ્રભાવશાળી વ્યક્તિત્વ અને સદ્દગુણોમાંથી પ્રેરણા લઈ આ દિવસની ઉજવણી એટલે શિક્ષકના ઉમદા કાર્યને યાદ કરવાનો પ્રસંગ લાયન્સ ક્લબ ઓફ હાલોલ સનરાઈઝ ગ્રુપ દ્વારા તેમનું સન્માન કરી કરવામાં આવ્યું હતું.અને હાલોલ ના તમામ કોર્ડીનેટર શિક્ષક સહિત આચાર્યો નુ સન્માન કરવામા આવ્યુ હતુ.જન સમાજના બધા વર્ગો શિક્ષકના મહત્વથી સમાંન થાય છે.શાળાઓમાં વિદ્યાર્થીઓને એક દિવસીય શિક્ષક બનાવી શાળા સોંપવામાં આવે છે.જેથી બાળકો પણ શિક્ષકનું કાર્ય સમજે અને સમાજમાં ઉમદા વ્યક્તિત્વનું નિર્માણ કરાવનાર શિક્ષકોનું સનમાન કરવામા આવ્યુ હતુ તેમજ ગત દિવસોમાં પડેલા ભારે વરસાદને પગલે તૂટી પડેલા વીજ પોલને ઊભા કરવા સહિત ની વિવિધ કામગીરી કરનારા એમજીવિસીએલ ના અધિકારી સહિત કેટલાક કર્મચારીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે પંચમહાલ જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર મયુધ્વજસિંહ પરમાર,હાલોલ પ્રાંત અધિકારી પ્રણવ વિઠાની,ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન મનોજ પરમાર સહિત એમજીવીસીએલના અધિકારીઓ સાથે હાલોલ તાલુકાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.જેઓનું લાયન્સ ક્લબ ઓફ હાલોલ સનરાઈઝ ના પ્રમુખ ચેતનભાઇ વાળંદ માસ્ટર અને સેક્રેટરી શૈલેષભાઈ ઠાકોર અને ખજાનચી પ્રવીણભાઈ પટેલ દ્વારા તમામ મહાનુભાવોને સાલ ઓઢાડી તથા ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.





