રિપોર્ટ..ભૂપત સાંખટ
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી કરવામાં આવી
આજરોજ વિશ્વ સિંહ દિવસની ઉજવણી અંતર્ગત બાબરકોટ માધ્યમિક શાળા ખાતે સવારમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ ૯ અને ૧૦ ધોરણ ના બાળકો દ્વારા રેલી કાઢવામાં આવી હતી
જેમાં સિંહના સૂત્રો સાથે સિંહ નું માસ્ક લગાડી અને રેલી કાઢવામાં આવી હતી અને સિંહ જાગૃતિ બાબતે ગ્રામજનોને જાગૃત કરવામાં આવ્યા હતા..
ત્યારબાદ સિંહના સંરક્ષણ અને સંવર્ધન માટે આશ્ચર્ય ભાનુંબેન ચાવડા અને તમામ શિક્ષકો માનશીબેન જોશી નીરવભાઇ પટેલ,સંતોષભાઇ મકવાણા તેમજ બહોળી સંખ્યામાં બાળકો દ્વારા શપથ લેવામાં આવી હતી
ત્યારબાદ બાયસેગ ઉપરના કાર્યક્રમ તમામ બાળકોને બતાવવામાં આવ્યો જેમાં માનનીય મુખ્યમંત્રી શ્રી તેમજ વન મંત્રીશ્રી દ્વારા સિંહના રક્ષણ માટે બાળકોને જાગૃત કરવામાં આવ્યા હતા આમ આજના દિવસે સિંહ દિવસની ઉજવણી ખૂબ જ રંગે ચંગે કરવામાં આવી