GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: માઈન્ડ ન્યુરોબિક્સ વિશે તા.૨૬ એ રોટરી ગ્રેટર ભવન રાજકોટ ખાતે યોજાશે ફ્રી સેમિનાર

તા.૨૩/૭/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ‘માઈન્ડ ન્યુરોબિક્સ’ એક અદ્યતન ટેકનીક છે. આ ટેકનીક સાફલ્યવાદી અભિગમને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે જે નકારાત્મક ઊર્જાને દૂર કરે છે, ચક્રોને સાજા કરે છે અને માનસિક શક્તિમાં સુધારો કરે છે. કોઈપણ બીમારીને દૂર કરવા અથવા રોજિંદા જીવનના તણાવ અને અવરોધનો સામનો કરવા માટે આવી વૈકલ્પિક ઉપચાર શીખવો અને તેનો અભ્યાસ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.
આ ટેકનીક વિશે વિસ્તૃત માહિતી આપવા માટે તા. ૨૬ શનિવારના રોજ ‘રોટરી ગ્રેટર ભવન – વિદ્યાનગર મેઇન રોડ’ ખાતે સવારે ૧૧ થી ૧ સુધી ફ્રી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનારમાં રજીસ્ટ્રેશન માટે ૯૯૨૫૧૫૯૪૩૮ અથવા ૭૦૪૪૦૬૬૬૫૪ સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.


