અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ નગર ની તાલુકા પંચાયત ના વર્ષો જૂના પ્રવેશ દ્વારા પર ખંભાતી તાળા લગાવી અન્ય રસ્તો ખુલ્લો કરાતા અરજદારો ને હાલાકી
BRC અને માં આવતા દિવ્યાંગ બાળકો અને વાલીઓ ને પણ ભોગવવી પડી રહી છે મુશ્કેલીઓ પ્રવેશ દ્વારા ના દરવાજા થી પરત ફરતા વાલીઓ અને બાળકો નો વિડિયો વાયરલ બજાર ના નજીક આવેલા વર્ષો જૂના પ્રવેશ દ્વારા ને બંધ કરી ઉંડવા રોડ તરફ નો રસ્તો ખુલ્લો કરાતા દિવ્યાંગ બાળકો અને અરજદારો ને પણ મુખ્ય રોડ પર ફરી અંદર જવા મજબુર બનવું પડી રહ્યું છે એક તરફ દિવ્યાંગ સશક્તિકરણ ની વાતો કરતી સરકાર દિવ્યાંગો ની સરળતા માટે સરકારી કચેરીઓ માં રેમ્પ બનાવે છે ત્યારે મેઘરજ તાલુકા પંચાયત ના બંધ દરવાજા ના દિવ્યાંગ સહિત અરજદારો મુશ્કેલીમાં મુકાયા.બીજી તરફ મનરેગા ઓફીસ બાજુ ઉંડવા રોડ પર બનાવેલ અવર જવર ની જગ્યા કાયદેસર કે શું..? અનેક સવાલો ઉભા થયાં છે
મેઘરજ તાલુકા પંચાયત કચેરીના વર્ષો જૂના મુખ્ય માર્ગ પર તાલુકા પંચાયતના દરવાજા પર એકાએક લોક મારી દીધું..? સોશિયલ મીડિયામાં ફોટો અને વિડિઓ વાયરલ થયાં
મેઘરજ તાલુકા પંચાયત કચેરીના વર્ષો જૂના મુખ્ય માર્ગ પર તાલુકા પંચાયતના દરવાજા પર લોક મારી દેતા અનેક તર્કવિતર્ક સર્જાયું, ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો મેઘરજ તાલુકામા વર્ષો જૂની જગ્યા નવીન તલુકા પંચાયતની ઓફિસ આવેલી છે જેમા મળતી માહિતી મુજબ આજે તાલુકા પંચાયતના પ્રવેશતા જે વર્ષો જૂનો ગેટ છે ત્યા અચાનક તાળા લાગી ગયા છે ત્યારે અનેક સવાલો ઉભા થયાં છે. વધુમાં ગત રાત્રિ સમયે 6 વાગ્યા પછી પણ તાલુકા પંચાયતની એક ઓફિસ શરૂ હોવાની વાતો પણ વહેતી થઇ છે જેને લઇ આ બંને બાબતો ચર્ચાનો વિષય બન્યો છે જોકે નવીન મેઘરજ તાલુકા પંચાયત કરોડો રૂપિયાની બનાવવામાં આવિ છે છતા હજુ CCTV કેમેરા લગાવવામાં આવ્યાં નથી જો CCTV હોય તો દૂધ નું દૂધ અને પાણી નુ પાણી હાર આવતું