GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

વરસાદને કારણે તૂટી ગયેલા કાચા પાકા મકાનો ના લાભાર્થીઓને સાંસદ રાજપાલસિંહ ના હસ્તે સહાય ના ચેકો અપાયાં.

 

તારીખ ૦૫/૦૯/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકામાં ભારે વરસાદને કારણે કાચા પાકા મકાનોને સંપૂર્ણ અથવા અંશત નુકસાન થવા પામ્યું હતું સમગ્ર કાલોલ તાલુકાની ગ્રામ પંચાયતો પૈકી કુલ ૭૦ જેટલા કાચા પાકા મકાનો પડી ગયા હોવાનું રિપોર્ટ જે તે વિસ્તારના તલાટી કમ મંત્રી દ્વારા કરવામાં આવેલ હતો જે પૈકી ખંડેવાડ,ખંડોળી અને કાનોડ ગામના લાભાર્થીઓને પંચમહાલના સાંસદ રાજપાલ સિંહ જાદવના હસ્તે તેઓના ઘરે જઈને ચેક આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી સંજયકુમાર ચૌહાણ સહિત જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયત હોદેદારો હાજર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!