MEHSANAVIJAPUR

વિજાપુરના વસાઈ ગામ નજીક બેફામ ગાડી એ રિક્ષાને ટક્કર મારતા 28 દિવસના બાળકનું મોત,4 લોકો ઘાયલ,ઘટના cctv માં કેદ

વિજાપુરના વસાઈ ગામ નજીક બેફામ ગાડી એ રિક્ષાને ટક્કર મારતા 28 દિવસના બાળકનું મોત,4 લોકો ઘાયલ,ઘટના cctv માં કેદ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના વસાઈ ગામ નજીક અકસ્માત ની ઘટના સામે આવી છે.વસાઈ ગામે રહેતા દતાણી પરિવાર પોતાના નવજાત બાળક ને સારવાર અપાવવા માટે વિસનગર જવા નીકળ્યા હતા.એ દરમિયાન ગામની નજીક બેફામ ગાડીના ચાલકે રિક્ષામાં સવાર દતાણી પરિવારને ટક્કર મારતા રીક્ષા ફગોડાઈ રોડ પર આદિ પડી ગઈ હતી.આ ઘટનામાં 28 દિવસના નવજાત બાળક નું મોત નીપજ્યું છે.ત્યારે ચાર લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.અકસ્માત ની સમગ્ર ઘટના cctv કેમેરામાં કેદ થવા પામી છે.વિજાપુર તાલુકાના વસાઈ ગામે રહેતા મંજુલાબેન દતાણીના ઘરે 28 દિવસ અગાઉ પુત્રનો જન્મ થયો હતો.દીકરાને આંખોમાં સોઝા આવતા હોવાથી વિસનગર ની આકાશ હોસ્પિટલમાં ચેક અપ માટે જવાનું હોવાથી મંજુલા બહેન,તેમના સાસુ અને દિયર પોતાના 28 દિવસના બાળક ને લઈ ગામમાં રહેતા ઓડ ઇરફાન ભાઈની GJ18AY8333 નંબરની રિક્ષામાં બેસી વિસનગર જવા નીકળ્યા હતા.આ દરમિયાન વિજાપુર હાઇવે પર રીક્ષા ચાલક પોતાની રીક્ષા રોડ ક્રોસ કરાવી રહ્યો હતો એ દરમિયાન બેફામ સ્પીડ માં આવી રહેલ GJ02EC8937 નંબરની બ્રેઝા ગાડીના ચાલકે રિક્ષાના વચ્ચેના ભાગે જોરદાર ટક્કર મારતા રીક્ષા રોડ પર ઘસડાઈ પલટી મારી ગઈ હતી.જ્યાં રિક્ષામાં બેસેલા બાળક સહિત કુલ પાંચ લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા સ્થાનિક લોકોએ 108 મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.સમગ્ર અકસ્માત ની આ ઘટનામાં 28 દિવસના નવજાત બાળક નું મોત નીપજ્યું હતું.જ્યારે રીક્ષા ચાલકને મહેસાણા ની લાયન્સ હોસ્પિટલમાં તો ફરિયાદી મંજુલા બહેન,તેમના દિયર અને સાસુ મહેસાણા ની ખાનગી હોસ્પિટલ આઇસીયું માં સારવાર લઈ રહ્યા છે.સમગ્ર અકસ્માત દરમિયાન રિક્ષાને ટક્કર મારનાર ગાડી ચાલક ગાડી મૂકી સ્થળ પરથી ભાગી ગયો હતો.જ્યાં ગાડી ચાલક સામે વસાઈ પોલીસ મથકમાં મંજુલા બહેને ફરિયાદ નોંધાવી છે.

Back to top button
error: Content is protected !!