MORBIMORBI CITY / TALUKO

MORBI મોરબી 12 કલાક કામના નિયમથી સિલીકોસીસના કેસમાં વધારો – મજૂરોના જીવન માટે મોટું જોખમ

MORBI મોરબી 12 કલાક કામના નિયમથી સિલીકોસીસના કેસમાં વધારો – મજૂરોના જીવન માટે મોટું જોખમ

 

 

ગુજરાત સરકારે તાજેતરમાં Factories (Gujarat Amendment) Bill 2025 પસાર કર્યો છે, જે અનુસાર જે ઉધ્યોગો કે એકમોને જાહેરનામા દ્વારા મંજુરી અપાશે તેવા એકમોમાં હવે કામના કલાકો 9 કલાકના બદલે 12 કલાક સુધી કરી શકાય છે. આ નિયમથી ઉદ્યોગોને વધુ ઉત્પાદન કરવાની તક મળશે, પરંતુ મજૂરોના આરોગ્ય પર તેની ગંભીર અસર પડી શકે છે.
મોરબી અને આસપાસના વિસ્તારોમાં ટાઈલ્સ, સિરામિક અને પથ્થર ઉદ્યોગમાં કામ કરતા હજારો મજૂરો પહેલાથી જ સિલીકોસીસ જેવી ફેફસાંની જીવલેણ બીમારીથી પીડાઈ રહ્યા છે. સિલીકોસીસ એ ધૂળના લાંબા સમયના સંપર્કથી થતી બીમારી છે, જેમાં ફેફસાં ધીમે ધીમે કઠોર બની જાય છે અને શ્વાસ લેવામાં ભારે તકલીફ પડે છે. આ બીમારીનો કોઈ ઈલાજ નથી અને અંતે મજૂર અશક્ત થઇ મૃત્યુ પામે છે.
12 કલાક કામ કરવાથી શું થશે?
જો સીરામીક ઉધ્યોગને આ છુટ આપવામાં આવશે અને મજૂરો હવે જો રોજના12 કલાક કામ કરશે ( અઠવાડીયામાં કુલ ૪૮ કલાક) થશે, તો :
મજૂરો રોજના 50% વધારે સીલીકા ધૂળના સંપર્કમાં આવશે.
બીમારી વહેલી આવવાની અને ઝડપથી ગંભીર થવાની શક્યતા રહેશે.
યુવા મજૂરોમાં પણ મોત અને અશક્તતાના કેસ વધશે.
પરિવારના કમાઉ સભ્ય ગુમાવવાથી પરિવાર પર ભારે આર્થિક બોજ પડશે.
ઉદ્યોગોમાં કુશળ મજૂરોની અછત ઊભી થશે અને ઉત્પાદન પર પણ અસર પડશે.
સુરક્ષા સુવિધાઓનો અભાવ
ઘણી ફેક્ટરીઓમાં ધૂળ ઘટાડવા માટે પૂરતી સગવડ નથી, દૂષીત હવાના નીકાલ માટે યોગ્ય વેન્ટિલેશન નથી, અને આરોગ્ય ચકાસણી પણ નિયમિત થતી નથી. આવા સમયમાં લાંબી શિફ્ટો કરાવવી એટલે મજૂરોના જીવને વધુ જોખમમાં મૂકવું.
પરિણામ
જો તાત્કાલિક ધ્યાન ન આપ્યું જાય તો મોરબી અને અન્ય ઉદ્યોગ વિસ્તારોમાં સિલીકોસીસના કેસમાં મોટો ઉછાળો જોવા મળશે અને આ એક ગંભીર આરોગ્ય સંકટનું રૂપ લેશે.
આ ઉપરાંત અકસ્માતોનું જોખમ વધશે. થાકેલા કામદારોને માથે અકસ્માતનું જોખમ વધુ હોય. તેમાં ઇજા અને મ્રુત્યુ તો થઇ શકે પણ ક્યારેક કારખાનાની સંપત્તીને પણ મોટું નુકસાન થવાની શક્યતા હોય છે
કાયદામાં જોગવાઇ છે કે ૧૨ કલાક કામ કરાવવું હોય તો તે કામદારની લેખીત સંમતી મેળવવી પણ એ તો માલીકોને માટે ડાબા હાથનો ખેલ છે અને એવી સંમતી નહી લે તો પણ એમને સજા થવાની કોઇ શક્યતા નથી તેથી તેઓ કાયદાના કોઇ ડર વગર શોષણ વધુ તીવ્ર કરશે તેવી દહેશત છે
આ માત્ર કામના કલાકોનો મુદ્દો નથી – આ મજૂરોના જીવ અને ભવિષ્યનો પ્રશ્ન છે. સરકાર, ઉદ્યોગપતિઓ અને સમાજે મળીને મજૂરોના આરોગ્યને પ્રથમ પ્રાથમિકતા આપવી જોઈએ.

Back to top button
error: Content is protected !!