GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI મોરબી (૨)અક્ષરકોમ્પલેક્ષ નજીકથી દેશી તમંચા સાથે યુવક ઝડપાયો

MORBI મોરબી (૨)અક્ષરકોમ્પલેક્ષ નજીકથી દેશી તમંચા સાથે યુવક ઝડપાયો
મોરબી સિટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ અક્ષરકોમ્પલેક્ષ પાસેથી દેશી હાથ બનાવટી તમંચા હથિયાર સાથે એક ઇસમને મોરબી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો છે.
મોરબી એલ.સી.બી./પેરોલફર્લો સ્ટાફને મળેલ ખાનગી બાતમીના આધારે મોરબી વાંકાનેર નેશનલ રોડ ઉપર આવેલ શક્તિ ચેમ્બરથી આગળ ઉમીયાનગર જવાના રસ્તે આવેલ અક્ષરકોલેક્ષ નજીક ભાવેશભાઇ નિરૂભાઇ જાદવ (ઉ.વ.૩૩) રહે. લાલપર તા.જી.મોરબીવાળા પાસેથી ગેરકાયદેસર હાથ બનાવટનો લોખંડનો તમંચો હથીયાર નંગ-૦૧ કિંમત રૂ. ૨,૦૦૦/- મુદામાલ સાથે મળી આવતા આરોપી વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં હથીયાર ધારા હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.






