GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી(2)ઉમીયાનગરમાં જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો ઝડપાયા

 

MORBI:મોરબી(2)ઉમીયાનગરમાં જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો ઝડપાયા

 

 

મોરબીમાં સામાકાંઠે આવેલ ઉમીયાનગરમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હક્કિત મળી હતી જેના આધારે પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે જુગાર રમતા 6 શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે 15,050 ની રોકડ સાથે આરોપીને પકડીને તેની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબી બી ડિવિઝનના પીઆઇ વી.એન.પરમારના સુપરવિઝન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગ કરી રહ્યો છે તેવામાં જગદિશભાઇ ડાંગર તથા સંજયભાઇ રાઠોડને સંયુક્ત ખાનગીરાહે બાતમી હકીકત મળી હતી તેના આધારે મોરબીના ઉમીયાનગર હનુમાનજીના મંદિર પાસે જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા( 1)વિનોદભાઇ મોહનભાઇ જાદવ, (2)ખેંગારભાઇ વશરામભાઇ પરમાર  અને(3 )અરૂણભાઇ છનાભાઇ પરમાર રહે. ત્રણેય ઉમીયાનગર તેમજ( 4)જીવણભાઇ બાવજીભાઈ ચાવડા  (5)ભરતભાઈ ડાયાભાઈ ચાવડા અને(6) પ્રવિણભાઇ નાનજીભાઇ ચાવડા  રહે. ત્રણેય માળીયા વનાળીયા વાળા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે 15,050 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

Back to top button
error: Content is protected !!