AHAVADANG

ડાંગ જિલ્લાનાં પીંપરી ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ 144થી 151માં હનુમાનજી મંદિરોનું લોકાર્પણ કર્યુ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ગુજરાતનાં 95 ટકા આદિવાસી વસ્તી ધરાવતા ડાંગ જિલ્લાનાં 311 ગામોમાં હનુમાનજી મંદિર બનાવવાનો સંકલ્પ સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને રાજયસભાનાં સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાએ ઉઠાવ્યો છે જેને “ડાંગ પ્રયાગ હનુમાન યાગ’ નામ આપવામાં  આવ્યુ છે. ડાંગ જિલ્લાનાં 311 ગામડાઓ પૈકીનાં 151 ગામોમાં મંદિરો તૈયાર થઇ ગયા છે.અને ભક્તો માટે લોકાર્પણ પણ કરી દીધા છે અને બાકીના આવનારા 2 વર્ષમાં પૂર્ણ થવાની તૈયારીમાં છે.

સુરતનાં જાણીતા ઉદ્યોગપતિ એવા ગોવિંદભાઇ ધોળકિયાએ ડાંગ જિલ્લાના 311 ગામોમાં હનુમાનજી મંદિર નિર્માણનો સંકલ્પ લીધો છે, જે પૈકી 151 મંદિર તૈયાર થઇ ગયા છે.આજરોજ રવિવારે રાજ્યનાં મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનાં ઉપસ્થિતમાં ડાંગ જિલ્લાનાં નડગખાદી, ચિચીનાગાવઠા અને કુડકસ ખાતે મંદિરનો લોકાર્પણ કાર્યક્રમ પિંપરી ખાતે રાખવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ડાંગ જિલ્લાના તમામ 311 ગામોમાં મંદિરો બનવવાના સંકલ્પ બાબતે ગોવિંદભાઇ ધોળકિયા એ કહ્યુ હતુ કે વર્ષ 2017માં હું અને પ્રયોશા પ્રતિષ્ઠાન માલેગામનાં પી.પી.સ્વામીજી કારમાં સવાર થઈ એક ગામથી પસાર થતા હતા ત્યાં હનુમાનજીની મુર્તિ ઉપર નજર પડી જે ખુલ્લા આકાશમાં ઝાડના ટેકે ઉભેલી હતી.આ મુર્તિને જોઈને ગોવિંદકાકાનું હૃદય દ્રવીત થઈ ઊઠયુ અને  કહ્યું કે, “સ્વામીજી, આપણા ભગવાન આ રીતે દેખાય તે કેટલું યોગ્ય કહેવાય, આમ વિચારીને ડાંગ જિલ્લાનાં 311 ગામમાં શકય હોય ત્યાં હનુમાનજીના મંદિર બનાવવાનો સંકલ્પ કર્યો હતો.આજે ડાંગનાં મોટાભાગે ગામોમાં એક સરખા મંદિર બનાવી ને લોકોમાં એકતા વધે ધર્મપ્રત્યે જાગૃતતા આવે તેવી ભાવના સાથે મંદિર નિર્માણનું કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે.આ મંદિરોમાં તબક્કાવાર 22માં લોકાર્પણ કાર્યક્રમમાં 144 થી 151 મંદિરોનું લોકાર્પણ મહામાહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનાં હસ્તે કરવામાં આવ્યુ હતુ, આ પ્રસંગે અયોધ્યા રામમંદિર ટ્રસ્ટનાં જનરલ સેક્રેટરી ચંપતરાયજી,વલસાડ ડાંગનાં સાંસદ ધવલભાઈ પટેલ,ડાંગ ધારાસભ્ય વિજયભાઈ પટેલ,પ.પૂ.પી.પી.સ્વામીજી,નામી અનામી સંતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.શહેરમાંથી આદિવાસી વિસ્તારમાં આવીને 151 હનુમાનજીનાં મંદિર નિર્માણ અને લોકાર્પણ માટે રાજ્યનાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ઉધોગપતિ ગોવિંદભાઇ ધોળકીયા સહિત અનેક દાતાઓનો આભાર માન્યો હતો.જ્યારે વલસાડ ડાંગનાં સાંસદ ધવલ પટેલે ડાંગ જિલ્લામાં હનુમાનજીનાં મંદિર લોકાર્પણનાં દિવસને ઐતિહાસિક ગણાવ્યો હતો..

Back to top button
error: Content is protected !!