MORBi: મોરબી પીટીઆરસીએ માનવ અધીકાર પંચમાં ફરિયાદ કર્યા બાદ સીલીકોસીસ પીડીત પરીવારને મળ્યો લાભ, હાલ ૧૧ લાખ હવે આજીવન પેન્શન.
MORBi: મોરબી પીટીઆરસીએ માનવ અધીકાર પંચમાં ફરિયાદ કર્યા બાદ સીલીકોસીસ પીડીત પરીવારને મળ્યો લાભ, હાલ ૧૧ લાખ હવે આજીવન પેન્શન.
એક કામદાર જે મોરબીના સીરામીક એકમમાં કામ કરતાં એમને એક બીમારી થઈ, બીમારીના લક્ષણો ટીબી જેવા પણ ટીબી નહી. આ બીમારીથી હેરાન પરેશાન થતાં અંતે પાકું નિદાન થયું તો ખબર પડી કે સીરામીકમાં કામ કરવાથી થતી ફેફસાંની બીમારી સીલીકોસીસ છે. સીલીકોસીસ મટી ન શકે તેવી ગંભીર જીવલેણ બીમારી છે.
ધીમે ધીમે રોગ આગળ વધતો જાય પછી કામદારને શ્વાસ એટલો ચડે કે કમાવા માટે કામ ન કરી શકે. દર્દી મોતના મુખમાં ધકેલાતો જાય અને અંતે મૃત્યુ પામે છે. તે પછી સીલીકોસીસ પીડીત પરીવાર આર્થિક અને માનસીક રીતે ભાંગી પડે છે. જીવન માટે વીધવા અને તેના બાળકોને ભારે સંઘર્ષ વેઠવો પડે છે.
પીપલ્સ ટ્રેનીંગ એન્ડ રીસર્ચ સેન્ટર (PTRC) દ્વારા રાષ્ટ્રીય માનવ અધીકાર પંચ (NHRC)માં ફરિયાદ કરી સીલીકોસીસ પીડીતો માટે દાદ માગે છે. મોરબી સીરામીકમાં કામ કરતા રવજીભાઈનો ઈ.એસ.આઈ ફાળો કાપવામાં આવતો તે જાણવા મળ્યું પરંતુ તેમને કામના કોઈ જ પુરાવા આપવામાં આવતા ન હતા તેથી ઈ.એસ.આઈ કે પી.એફ ના લાભો મળતા નહી. રવજીભાઇનું સીલીકોસીસને કારણે તા.૨૭/૦૬/૨૦૨૦ ને દીવસે અવસાન થયું.સંસ્થા દ્વારા થયેલ ફરિયાદ બાદ કામદાર રાજ્ય વીમા કાયદા હેઠળ સીલીકોસીસ માટે રવજીભાઇનો દાવો સ્વીકારવામાં આવ્યો. સીલીકોસીસના નીદાનની તારીખ ૨૮/૦૬/૨૦૨૦થી દાવો મંજુર થવા સુધીના સમય પેટે રવજીભાઈને રુ.૧૧ લાખ તેમના વીધવાને ચુકવવામાં આવ્યા. રવજીભાઈના પત્ની જીવે ત્યાં સુધી એમને માસીક ૧૦૨૬૦/- પેન્શન મળતું રહેશે અને પુત્ર ૨૫ વર્ષના ન થાય ત્યાર સુધી એમને પણ અલગ થી પેન્શન મળતું રહેશે.PTRC તમારી સહાયતા કરશે.કોઈ કામદાર જે ઈ.એસ.આઈ. કાયદો લાગુ પડતો હોય તેવા એકમમાં કામ કરતા હોય અને ૨૧ હજાર કે તેનાથી ઓછો પગાર હોય તો તમને ઈ.એસ.આઈના લાભ મળવા પાત્ર છે. ઇ એસ આઇમાંથી કોઇ પણ પ્રકારના લાભ મેળવવા અંગે સંસ્થા વીનામુલ્યે સલાહ આપે છે અને મદદ કરે છે. સંપર્ક નંબર – ૭૨૨૭૦૧૧૬૦૯