

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા ઘાટમાર્ગમાં સાયકલ ચાલક 30 ફૂટ ખીણમાં ખાબક્યો,અહી સાપુતારા પોલીસ મથકનાં પ્રવાસી મિત્રની ટીમે રેસ્ક્યુ કરી ખીણમાં ખાબકેલ સાઈકલ ચાલકને બહાર કાઢી જીવતદાન આપ્યુ..
ડાંગ જિલ્લાના સાપુતારા-શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા ઘાટમાં અવાર નવાર અકસ્માતની ઘટનાઓ બને છે.જેમાં મોટા અને નાના વાહનોનાં અકસ્માત તો થાય જ છે.પરંતુ આજરોજ સાયકલ ચાલક ખીણમાં ખાબકતા અકસ્માતની એક નવી જ ઘટના બની હતી.જેમાં 55 વર્ષીય અશોકભાઈ હીરાલાલ પટેલ નામના વૃદ્ધ સાયકલચાલક ખીણમાં ખાબક્યા હતા.જેમાં અશોકભાઈ હીરાલાલ પટેલ ( રહે. મરોલી, નવસારી ) આ 55 વર્ષીય વૃદ્ધ સાયકલિંગનો શોખ ધરાવે છે.જેથી આ વૃદ્ધ છેલ્લા 15 દિવસથી સાપુતારાનાં નવાગામ ખાતે રૂમ ભાડે રાખીને રહેતો હતો.અને ઘાટમાર્ગનાં સર્પાકાર માર્ગો પર સાયકલિંગ અને ટ્રેકિંગનો આનંદ માણી રહ્યા હતા.તેઓ સાપુતારાથી શામગહાન તરફ જઈ રહ્યા હતા.ત્યારે ઘાટ ઉતરતી વખતે સાયકલ પરથી તેમણે કાબુ ગુમાવી દીધો હતો.જેથી સાયકલ સંરક્ષણ દીવાલ સાથે અથડાઈ જતા અક્સ્માત સર્જાયો હતો.જેમાં તેઓ 30 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યા હતા.આ ઘટનાની જાણ થતાં સ્થળ પર હાજર પોલીસ પ્રવાસી મિત્રોની ટીમને થતા તાત્કાલિક ધોરણે વૃદ્ધને ખીણમાંથી રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા. અને તેમને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડ્વામાં આવ્યા હતા.ત્યારબાદ સાપુતારા પોલીસ મથકના પી.એસ.આઈ. એન.ઝેડ.ભોયાની ટીમે હોસ્પિટલ ખાતે પોહચી જઈ ઈજાગ્રસ્ત વૃદ્ધની મુલાકાત લઈ સાંત્વના પાઠવી હતી.
MORBIમાં દારૂ, જુગાર અને ડ્રગ્સના દુષણ સામે કડક અમલવારી કરવા SC સમાજે પોલીસ વડાને આવેદનપત્ર આપ્યું
મોરબી પાટીદાર વુમન્સ ગ્રુપ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
પોલીસ અને સરકારનો ડર છોડો અને પોતાના માટે બોલો : ગોપાલ ઇટાલીયા
Follow Us