GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

ગાંધીનગર ખાતે કાનૂની શિક્ષણ અંતર્ગત “આંતર રાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ“ મનાવવામાં આવ્યો

વિશ્વભરમાં દર વર્ષે ૧૦  ડિસેમ્બરના રોજ આંતર રાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ ઉજવવામાં આવે છે. માનવ અધિકાર દિવસની ઔપચારિક શરૂઆત સ6યુક્ત રાષ્ટ્ર દ્વારા સને ૧૯૫૦  થી થઈ. તારીખ ૧૦-૧૨-૨૦૨૪ના રોજ “માનવ અધિકાર દિવસ“  નિમિતે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ગાંધીનગર હેઠળ માનદ સેવાઓ આપતાં સામાજિક કાર્યકર અને પારા લીગલ વોલ્યૂન્ટીયર શ્રી અનિલ કક્કડ દ્વારા નંદનવન આદર્શ પ્રાથમિક શાળા, સેક્ટર ૧૩, ગાંધીનગર ખાતે એક કાર્યક્રમ આયોજીત કરવામાં આવેલ હતો.

મુખ્ય વક્તા શ્રી કક્કડએ પોતાના ઉદબોધનમા જણાવ્યુ હતુ કે માનવ અધિકાર દિવસ લોકોને તેમના અધિકારો પ્રત્યે જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે ઉજવવામાં આવે છે. કોઈપણ વ્યક્તિ સાથે જાતિ, રાષ્ટ્રીયતા, ધર્મ, લિંગ વગેરેના આધારે કોઈપણ કિંમતે કોઈ ભેદભાવ ન હોવો જોઈએ, કોઈ સમસ્યા ન હોવી જોઈએ, દરેક વ્યક્તિ પોતાનું જીવન આનંદથી જીવી શકે, તેથી માનવ અધિકારોની રચના કરવામાં આવી. માનવ અધિકારોમાં આરોગ્ય, આર્થિક, સામાજિક અને શિક્ષણનો અધિકાર પણ સામેલ છે. શાળાના આચાર્ય શ્રી યોગેશ દરજી દ્વારા પ્રશંસનીય અભિગમ દાખવી કાર્યક્રમનુ સંચાલન અને આભરવિધિ કરવામા આવ્યા હતા.

Back to top button
error: Content is protected !!