BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભાગ્યશાળી ભૂમિ; 10 મિનિટ મોડી પડતાં ફ્લાઈટ મિસ થઈ:’એરપોર્ટથી બહાર નીકળતાં જ પ્લેન ક્રેશના ન્યૂઝ મળ્યાં; ભગવાનની કૃપા છે કે અનેક રિક્વેટ બાદ પણ મને એન્ટ્રી ના મળી’

સમીર પટેલ, ભરૂચ

અમદાવાદ પ્લેન દુર્ઘટના 250થી વધુ લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં જાણે નસીબ લખાવીને આવી હોય એમ બે વર્ષથી લંડનમાં રહેતી અને એક મહિના માટે ભરુચ આવેલી ભૂમી ચૌહાણ માત્ર 10 મિનિટ લેટ પડીને ફ્લાઇટ ચૂકી જતાં જીવ બચી ગયો. ઘટના બાદ ભૂમિએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે ભગવાનની કૃપા છે કે અનેક રિક્વેટ બાદ પણ મને એન્ટ્રી ના મળી…
આ ઘટના વર્ણવતા ભૂમિ ચૌહાણે જણાવ્યું કે, અમે બે વર્ષ પહેલાં જ ત્યાં (લંડન) સ્થાયી થયા હતા. હું ત્યાં ભણવાના બેઝ પર ત્યાં ગઇ હતી. મારા હસબન્ડ ત્યાં જ છે. હું મહિના માટે અહીં આવી હતી અને ફરીથી ત્યા જવા નીકળી હતી. ગઇકાલે અમે 1:10 વાગ્યાની ફ્લાઇટ બુક કરાવી હતી, અમે વહેલા નીકળી ગયા હતા પણ પહોંચતાં-પહોંચતાં 12:20 વાગી ગયા હતા. એ લોકોએ 12:10એ ચેકિંગ બંધ કરી દીધુ હતું. માત્ર એક વિન્ડો ખુલ્લી હતી. મેં એમને રિકવેસ્ટ કરી કે માત્ર 10 મિનિટ જ લેટ થયું છે તો મને નીકળી જવા દો. હું એકલી જ બાકી છું, પણ એ લોકોએ મને ન જવા દીધી. મને ન જવા દેતા અમે એરપોર્ટથી નીકળ્યા બાદ અમને ન્યુઝથી ખબર પડી અને સગાવ્હાલાના ફોન આવ્યા કે તું જે પ્લેનમાં જવાની હતી એજ પ્લેનમાં આવું થયું. એ સમયે હું કંઇ વિચારી શકુ એવી મારી કોઇ હાલત જ નહોતી. ભગવાનની કૃપા છે કે અનેક રિક્વેટ બાદ પણ મને એન્ટ્રી ના મળી.
ભૂમિ ચૌહાણે વધુમાં જણાવ્યું કે, શરૂઆતમાં મને બહુ ગુસ્સો આવ્યો કે માત્ર 10 મિનિટ લેટ પડીને ફ્લાઇટ ચૂકી ગઇ પણ પછી આ બધા સમાચાર સાંભળીને હું ધ્રુજી ગઈ.. સારૂ થયું હું 10 મિનિટ લેટ પડી. જે દુર્ઘટના ઘટી એ ખુબ જ ખરાબ છે. હું કઇ કહી જ નથી શકતી, જે લોકો જોડે થયું છે એ વિચારીને જ હચમચી જવાય છે. જે લોકોએ જીવ ગુમાવ્યો એમના આત્માને ભગવાન શાંતિ આપે.. મારી એરલાઇન્સને રિકવેસ્ટ છે કે સેફ્ટીના રુલ્સ અને પ્રોટોકોસ ફોલો થાય તો આવી દુર્ઘટના ફરી ન ઘટે ને લોકોના જીવ ન જાય..

Back to top button
error: Content is protected !!