MORBI મોરબી આર્યાવર્ત એજ્યુકેશન એકેડેમી દ્વારા સાધના વિધાલયમાં કારકિર્દીનું ઘડતર અંગે સેમીનાર આયોજન કરવામાં આવ્યું

MORBI મોરબી આર્યાવર્ત એજ્યુકેશન એકેડેમી દ્વારા સાધના વિધાલયમાં કારકિર્દીનું ઘડતર અંગે સેમીનાર આયોજન કરવામાં આવ્યું
આર્યાવર્ત એજ્યુકેશન એકેડેમી સંચાલિત શ્રી સાધના વિધાલય મોરબી દ્વારા 29 ડીસેમ્બર 2025 ના રોજ ધોરણ 10 અને 12 ના વિધાર્થીઑ માટે બોર્ડની પરીક્ષાનો ભય દૂર કરવા તેમજ કારકિર્દીનું ઘડતર અંગે સેમીનાર આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેમીનારમાં આશરે 100 થી વધારે વિધાર્થીઓએ લાભ મેળવ્યો હતો, જેમાં પરીક્ષાની તૈયારી, કારકિર્દીનું ઘડતર તેમજ ભવિષ્યની સમસ્યા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ સેમીનરનું નેતૃત્વ શાળાના આચાર્યશ્રી વિશાલસાહેબ એમ. વિડજા એ આર્યાવર્ત એજ્યુકેશન એકેડેમીના ચેરમેનશ્રી પ્રસાદસાહેબ ગોરીયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. જેમાં આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજના BBA, BCA ના આચાર્યશ્રી અને પ્રોફેસર ડો. હિરેનસાહેબ મહેતા અને આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજના એડમીન વિભાગના HOD હિતેષસાહેબ સોરીયા એ આ અંગે વિધાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.શ્રી આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજીસના મેનેજમેન્ટ દ્વારા ઈન્સ્ટિટ્યૂટના ફેકલ્ટીના આવા પ્ર્યત્નોની પ્રશંસા કરવામાં આવી હતી.








