MORBI:મોરબી વાંકાનેર હાઈવે પર રીક્ષા ઓવરટેક કરવા બાબતે યુવકને માર માર્યો
MORBI:મોરબી વાંકાનેર હાઈવે પર રીક્ષા ઓવરટેક કરવા બાબતે યુવકને માર માર્યો
મોરબી વાંકાનેર હાઈવે પર બે રીક્ષા ચાલકો વચ્ચે ઓવરટેક કરવા બબાતે બોલાચાલી થયા બાદ મારામારી થઇ હતી જેમાં મોબાઈલમાં નુકશાન થયું હોવાની ફરિયાદ નોંધાવી છે.
મોરબીના વિપુલનગરમાં રહેતા કૃણાલભાઈ મુકેશભાઈ પરમારે મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે કૃણાલભાઈ એ પોતાની સી એન જી જીજે ૩૬ યુ ૭૪૧૭ ચલાવી મોરબી થી વાંકાનેર તરફ જતો હતો ત્યારે મોરબી વાંકાનેર હાઈવે રોડ પર ઓમકાર પેટ્રોલપંપ સામે રોડ પર પહોચતા ત્યાં આરોપી સી એન જી જીજે ૩૬ યુ ૯૨૪૪ ના ચાલકે પોતાની રીક્ષા અચાનક ઓવરટેક કરી નીકળતા તેને તુરંત જ ઉભી રાખી અને કૃણાલભાઈ પાસે આ આરોપી રીક્ષા જીજે ૩૬ યુ ૯૨૪૪ ના ચાલકે આવીને ફડાકો મારેલ જેથી કૃણાલભાઈ એ આરોપીને મારવાનું કારણ પૂછી માર ન મારવાનું કહેંતા આરોપી રીક્ષા ચાલકે રીક્ષામાંથી ધોકો કાઢી કૃણાલભાઈની પાછળ દોડી ત્રણેકવાર ધોકાનો માર મારેલ જેમાં મોબાઈલમાં નુકશાન થયું છે તો આરોપી ત્યાંથી જતો હોય દરમિયાન મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે