MORBI : મોરબી ભારતી વિધાલય શાળામાં ૧૧ મો આંતર રાષ્ટ્રીય યોગ દિવસ અને કવીઝ કોમ્પિટિશન ઉજવાયો

MORBI : મોરબી ભારતી વિધાલય શાળામાં ૧૧ મો આંતર રાષ્ટ્રીય યોગ દિવસ અને કવીઝ કોમ્પિટિશન ઉજવાયો
મોરબી – ૨ વિસ્તારમાં આવેલી ભારતી વિધાલય શાળામાં દર વસર્ની જેમ આ વર્ષે પણ આંતર રાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવેલી જેમ શાળાના કેજી તથા ધોરણ : ૧ થી ૧૨ ના વિધાર્થીઓએ અલગ અલગ યોગાસન તેમજ સૂર્ય નમસ્કાર કરેલ તે સાથે વિધાર્થીઓને દરેક આસન ના ફાયદાની પણ માહિતી આપવામ આવેલ.આ કાર્યક્રમમાં વિધાર્થીઓએ સંકલ્પ કરેલ કે રોજે ઘરે પ્રાણાયામ અને સાનુકૂળ હોય તેવા આસન સવારે કરીશું તેમજ પૌષ્ટિક આહાર લેશું અને શરીરની તકેદારી રાખીશું તેની સાથે શાળામાં યોગ દિવસને ધ્યાને લઈને એક ક્વિઝ કોમ્પિટિશન રાખવામા આવેલ જેમાં પ્રથમ નંબરે ( જાદવ મિતુષા – ૧૦ ) બીજા નંબરે ( ઉપસરિયા જીત – ૭ ) અને તૃતીય નંબરે ( વાઘેલા ક્રિષ્નાબા – ૧૦ ) આવેલ.શાળાના સંચાલક શ્રી કૌશલભાઈ મહેતાએ વિજેતા વિધાર્થીઓને ઈનામ આપી સન્માનીત કરેલ અને અંતમાં શાળા પ્રમુખ શ્રી હિતેશભાઇ મહેતા એ આજના દિવસની વિશેષ માહિતી દરેક વિધાર્થીઓને આપેલ અને કાર્યક્રમને સફળ બનાવવા બદલ દરેક શિક્ષકગણને અભિનંદન આપેલ







