GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:કેન્સરને મ્હાત આપી મોરબી પઘારેલ મંત્રી કાંતિલાલ અમૃતિયાનું ભવ્ય સ્વાગત; અસામાજિક તત્વોને આપી ખુલ્લી ચેતવણી

 

 

​MORBI :કેન્સરને મ્હાત આપી મોરબી પઘારેલ મંત્રી કાંતિલાલ અમૃતિયાનું ભવ્ય સ્વાગત; અસામાજિક તત્વોને આપી ખુલ્લી ચેતવણી

 



લાંબા સમયની માંદગી અને કેન્સરની સફળ સારવાર બાદ મોરબીના લોકપ્રિય નેતા અને મંત્રી કાંતિલાલ અમૃતિયા આજે પ્રથમ વખત પોતાના મતવિસ્તારમાં પધાર્યા હતા. મોરબીની જનતાએ તેમનું અભૂતપૂર્વ અને ભાવભીનું સ્વાગત કર્યું હતું.​ઉમિયા માતાના મંદિરે મહાઆરતી અને ભાવુક સંબોધન
​મોરબી આગમન સાથે જ કાંતિલાલ અમૃતિયા સીધા ઉમા ટાઉનશીપ સ્થિત ઉમિયા માતાના મંદિરે પહોંચ્યા હતા. ત્યાં તેમણે હજારો ભક્તોની હાજરીમાં મહાઆરતી કરી હતી. જનમેદનીને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, “મારી રિકવરી પાછળ લોકોનો અપાર પ્રેમ અને હજારો લોકોએ કરેલા હવન-પ્રાર્થના જવાબદાર છે. જો મન મક્કમ હોય તો 50% રોગ તો એમ જ મટી જાય છે.” તેમણે પોતાના ભૂતકાળના સંઘર્ષો અને જેલવાસના દિવસોને યાદ કરી હિંમત ન હારવાની શીખ આપી હતી.



​પોતાના આગવા અંદાજમાં મંત્રીએ અસામાજિક તત્વોને ચેતવણી આપતા કહ્યું કે, “મારી ત્રણ મહિનાની ગેરહાજરીમાં જે લોકોએ મોરબીની શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો છે કે દાદાગીરી કરી છે, તેઓ હવે ચેતી જાય. રસ્તે ચાલતા લોકોને હેરાન કરવાની પ્રવૃત્તિ હવે સાંખી લેવામાં આવશે નહીં. હું હવે પહેલા કરતા 10 ગણા વધુ જોશથી કામ કરીશ.”વિકાસનો રોડમેપ અને જનતા માટે ઉપલબ્ધતા ​મોરબીના વિકાસ અંગે વાત કરતા તેમણે ખાતરી આપી હતી


​આગામી 5 વર્ષમાં મોરબી જિલ્લાનું આયોજનબદ્ધ ડેવલપમેન્ટ થશે.​પ્રજાના એક-એક પાઈનો સદુપયોગ કરવામાં આવશે.​લોકોના પ્રશ્નો સાંભળવા માટે તેઓ હવેથી દર અઠવાડિયે બે દિવસ ફરજિયાત મોરબીમાં હાજર રહેશે.
​ઐતિહાસિક જન આશીર્વાદ રેલી: હાથીની અંબાડી પર સવારી ​ધાર્મિક વિધિ બાદ મોરબીના દરબારગઢથી એક ભવ્ય સન્માન રેલીનું પ્રસ્થાન થયું હતું. આ રેલીની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ રહી મંત્રી કાંતિલાલને હાથીની અંબાડી પર બેસાડવામાં આવ્યા હતા.: રેલીમાં 7 બગીઓ, કારોનો વિશાળ કાફલો અને નાસિકના પ્રખ્યાત બેન્ડની રમઝટ જોવા મળી હતી. દરબારગઢથી શરૂ થઈ ગ્રીન ચોક, નગર દરવાજા, આંબેડકર પ્રતિમા અને રવાપર રોડ થઈને રેલી બાપા સીતારામ ચોક પહોંચશે. રેલીના અંતે બાપા સીતારામ ચોક ખાતે એક વિશાળ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં સિરામિક એસોસિએશનના હોદ્દેદારો, વેપારીઓ, સામાજિક આગેવાનો, શિક્ષણવિદો, મહિલાઓ અને ભાજપના પાયાના કાર્યકરોની ભારે ભીડ ઉમટી પડી હતી અને સમગ્ર ચોક ‘હાઉસફુલ’ જોવા મળ્યો હતો. જોકે, આશ્ચર્યની વાત એ રહી કે મોરબી જિલ્લા ભાજપના ગણ્યાગાંઠ્યા એકાદ હોદ્દેદારને બાદ કરતાં અન્ય મોટા ગજાના હોદ્દેદારો ગેરહાજર જણાતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.

 

Back to top button
error: Content is protected !!