GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીની ધ વન અપ સોસાયટીમાં સાંસ્કૃતિક કાર્યક્રમો સંગ નવરાત્રીની ઉજવણી

MORBI:મોરબીની ધ વન અપ સોસાયટીમાં સાંસ્કૃતિક કાર્યક્રમો સંગ નવરાત્રીની ઉજવણી

 

 

મોરબી અત્રેના સરદાર પટેલ એસપી રોડ પર આવેલ ધ વન અપ સોસાયટીમાં બાળકોમાં મિત્રતા,રાષ્ટ્રસેવા જેવા ગુણો વિકસે,બાળકો સત્ય,પ્રેમ, પ્રામાણિકતા,કરુણા,દયા,સ્નેહ સહનસીલતા જેવા જીવન મૂલ્યોને સમજે એવા શુભાષયથી ધ વન અપ નવરાત્રી મહોત્સવ સમિતિ દ્વારા નવરાત્રી દરમ્યાન વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવાનું નક્કી કરવામાં આવેલ છે,એ પરંપરા મુજબ દિકરીઓ દ્વારા કૃષ્ણ સુદામા મિલન નાટીકાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, “મિત્ર એવો શોધવો કે ઢાલ સરીખો હોય,સુખમાં પાછળ રહે, દુઃખમાં આગળ હોય” એ ભાવનાને સમજાવતું નાટક રજૂ કર્યું જેથી મિત્રતા કેવી હોય? એ કૃતિ તાદસ રીતે ભજવવામાં આવી હતી,નાટકમાં બાળાઓએ અભિનયના ઓજસ પાથરી ઉપસ્થિત સૌના મન મોહી લીધા હતા, નાટક તૈયાર કરાવવામાં ડી.કે બાવરવા તથા સમિતિ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!