MORBI મોરબી સિરામિક એસોસિયેશન અને પાટીદાર સમાજ દ્વારા સરદાર પટેલ જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ

MORBI મોરબી સિરામિક એસોસિયેશન અને પાટીદાર સમાજ દ્વારા સરદાર પટેલ જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ
મોરબી : મોરબીમાં સિરામિક પરિવાર અને સમસ્ત પાટીદાર સમાજ દ્વારા આજે લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નવા બસ સ્ટેન્ડ પાસે આવેલ સરદાર પટેલ સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ સાથે ક્રાંતિકારીઓને પણ પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી.
આ વેળાએ સિરામિક એસોસિએશનના પ્રમુખો, સભ્યો તેમજ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ પટેલે જણાવ્યું કે સિરામિક પરિવાર અને પાટીદાર સમાજ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ મુકવા તથા સર્કલ બનાવવા કોર્પોરેશનમાં માંગણી મૂકી હતી. પણ તેની મંજૂરી માટે વધુ સમય લાગ્યો છે. જેથી આ જન્મજયંતિએ કઈ આયોજન થઈ શક્યું નથી. પરંતુ હવે સિરામિક પરિવાર દ્વારા જાહેરાત કરવામાં આવે છે કે શહેરમાં બેથી ત્રણ જગ્યાએ સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ મુકવામાં આવશે
 
				













