MORBI મોરબી પ્રોપેન સપ્લાય કરતી કંપનીઓની દાદાગીરી સામે સીરામીક ઉદ્યોગ લાલઘૂમ

MORBI મોરબી પ્રોપેન સપ્લાય કરતી કંપનીઓની દાદાગીરી સામે સીરામીક ઉદ્યોગ લાલઘૂમ
મોરબી: મોરબી સિરામિક એસોસિએશન હોલ ખાતે આજે સિરામિક ઉદ્યોગકારોની એક આકસ્મિક અને મહત્વપૂર્ણ બેઠક મળી હતી, જેમાં પ્રોપેન અને એલપીજી ગેસ સપ્લાય કરતી કંપનીઓની ‘દાદાગીરી’ અને ‘સિન્ડિકેટ’ નીતિ સામે ઉદ્યોગકારોએ લાલઘૂમ થઈને આક્રોશ વ્યક્ત કર્યો હતો.
મોનોપોલીનો આક્ષેપ: ઉદ્યોગકારોએ જણાવ્યું કે છેલ્લા ત્રણ મહિનાથી આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રોપેન અને એલપીજી ગેસના ભાવો સતત ઘટી રહ્યા છે, તેમ છતાં સપ્લાય કરતી કંપનીઓએ સિન્ડિકેટ બનાવીને મોનોપોલી જાળવી રાખી છે અને ઊંચા ભાવે ગેસ સપ્લાય કરી રહી છે.રૂ. ૫૦૦૦/- પ્રતિ ટનનો બોજ: ચર્ચા મુજબ, હાલ સિરામિક ઉદ્યોગને આશરે રૂપિયા ૫૦૦૦/- પ્રતિ ટન ઊંચા ભાવે પ્રોપેન ખરીદવો પડી રહ્યો છે, જે સીધો પડતર ખર્ચ પર બોજ વધારે છે.પડતર કોષ્ટ વધતા વૈશ્વિક બજારમાં ટકી રહેવું મુશ્કેલ મોરબીનો સિરામિક ઉદ્યોગ મોટાભાગે ટાઇલ્સની નિકાસ (એક્સપોર્ટ) પર નિર્ભર છે. ગેસના ઊંચા ભાવને કારણે પડતર કોષ્ટ (Production Cost) ઊંચી આવી રહી છે, જેના કારણે:”ઇન્ટરનેશનલ માર્કેટમાં મોરબીનો સિરામિક ઉદ્યોગ સ્પર્ધામાં ટકી શકતો નથી,” તેવું ઉદ્યોગકારોએ મિટિંગમાં જણાવ્યું હતું.
તાત્કાલિક વધુ દાદાગીરી કરતી કંપનીનો સામુહિક બહિષ્કારઆ મુદ્દાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ઉદ્યોગકારોએ એક મોટો અને સામુહિક નિર્ણય લીધો છે: જે કંપનીઓ દ્વારા સૌથી વધુ દાદાગીરી અને ઊંચા ભાવની વસૂલાત કરવામાં આવે છે, તેવી એક ચોક્કસ કંપની પાસેથી ગેસની પરચેઝ (ખરીદી) બંધ કરવાનો સામુહિક નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય દ્વારા ઉદ્યોગકારોએ સપ્લાયર્સને એક સખત સંદેશ આપ્યો છે.











