GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી શહેર પ્રાથમિક શિક્ષક શરાફી સહકારી મંડળી લી.ના પ્રમુખ પદે સંદીપ આદ્રોજા અને ઉપપ્રમુખ પદે અરવિંદ કાવરની બિન હરીફ સર્વાનુમતે વરણી…

MORBI:મોરબી શહેર પ્રાથમિક શિક્ષક શરાફી સહકારી મંડળી લી.ના પ્રમુખ પદે સંદીપ આદ્રોજા અને ઉપપ્રમુખ પદે અરવિંદ કાવરની બિન હરીફ સર્વાનુમતે વરણી…

 

 

“વિના સહકાર નહીં ઉધ્ધાર”
સહકાર અને સહકારીતા થકીજ સૌ એકબીજાના વિકાસના પૂરક બની રહીએ છીએ ત્યારે…..


મોરબી શહેર પ્રાથમિક શિક્ષક શરાફી મંડળી લી.ની તાજેતરમાં ચૂંટણી યોજાયેલ.આ ચૂંટણીમાં સહકાર પેનલનો ઝળહળતો વિજય થયેલ.નવા કારોબારી સભ્યો ચૂંટાઈ આવતા આજરોજ ચૂંટણી અધિકારીશ્રીના અધ્યક્ષ સ્થાને મંડળીની ખાસ સાધારણ સભા મળેલ હતી.આ સાધારણ સભાએ ચૂંટાયેલા અને બિનહરીફ થયેલા નવનિયુક્ત પ્રતિનિધિશ્રીઓને નિયમોનુસાર કારોબારી સભ્યો તરીકે બહાલી આપેલ.ત્યારબાદ મંડળીના કાર્યાલય ખાતે મળેલ નવનિયુક્ત કારોબારી સભ્યોની બેઠકમાં મોરબી શહેર પ્રાથમિક શિક્ષક શરાફી મંડળી લી.ના પ્રમુખ પદે સંદીપ આદ્રોજા તેમજ ઉપપ્રમુખ પદે અરવિંદ કાવરની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ હતી.મંડળીને સમૃદ્ધિ અને વિકાસપથ પર લઈ જવા માટે સત્તત પ્રયત્નશીલ રહી પરીણામલક્ષી કામગીરી માટે નવનિયુક્ત પ્રમુખશ્રી,ઉપપ્રમુખશ્રી તેમજ સૌ કારોબારી સદસ્યશ્રીઓને મંડળીના સૌ સભાસદ શિક્ષક ભાઈઓ બહેનોએ તેમજ મોરબી શહેર પ્રાથમિક શિક્ષક પરિવારે શુભેચ્છાઓ પાઠવેલ છે.

Back to top button
error: Content is protected !!