ઇસ્લામ ધર્મના સ્થાપક પયગંબર સાહેબના વિરૂદ્ધ ટિપ્પણી કરનાર વૈમનસ્ય ફેલાવનાર રામગીરી મહારાજ સામે કાયદેસરના પગલાં ભરવા વિજાપુર મુસ્લીમ સમાજે આવેદન પત્ર આપ્યું
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
ઇસ્લામ ધર્મના સ્થાપક શાંતી ના ઉપદેશક હજરત મોહમ્મદ પયગંબર સાહેબના વિરૂદ્ધમા ટિપ્પણી કરનાર ભારત દેશની એકતા ને તોડનાર વૈમનસ્ય ફેલાવનાર રામગીરી મહારાજ સામે કાયદેસર ના પગલાં ભરવાની માંગ સાથે વિજાપુર મુસ્લીમ સમાજના લોકો મસ્જીદ ના ઇમામો એ મામલતદાર ને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યું હતુકે દુનિયા ના મહાન લેખકો તેમજ દરેક રાષ્ટ્ર ના લોકો પયગંબર સાહેબ ના આપેલા ઉપદેશો ને અનુસરે છે તેઓએ કોઈ પણ ધર્મ જાતિ પ્રત્યે કોઈ દ્વેષ નહિ રાખવો એકતા માટે લોકોને માર્ગદર્શન કર્યું છે તેમના વિરૂદ્ધ મા રામગીરી મહારાજે જે ટીપ્પણી કરી છે તેને મુસ્લીમ સમાજ વખોડી નાખે છે દેશની એકતા ને તોડનાર વાણી વિલાસ પર કાબૂ નહિ રાખનાર આવા ઈસમ સામે કાયદેસરના પગલાં ભરવા ની માંગ કરી મામલતદાર ને આવેદનપત્ર સુપ્રદ કરી રજૂઆત કરી હતી. મામલતદારે રજૂઆત કરતા ઓને આ બાબત સરકાર સમક્ષ ઘ્યાન મા લે એ માટેનો દિલાસો આપ્યો હતો. જેમાં મુસ્લીમ સમાજના અગ્રણી તેમજ ઉલમાઓ સહીત ઉપસ્થિત રહ્યા હતાં