MORBI:મોરબી શહેરમાં પીજીવીસીએલ ની બેધારી નીતિ? ટીસી માં શોર્ટ સર્કિટ ની સુરક્ષા માટે આડસ ઉભી કરવામાં વ્હાલા દવલા ની નીતિ!
MORBI:મોરબી શહેરમાં પીજીવીસીએલ ની બેધારી નીતિ? ટીસી માં શોર્ટ સર્કિટ ની સુરક્ષા માટે આડસ ઉભી કરવામાં વ્હાલા દવલા ની નીતિ!
(શ્રીકાંત પટેલ દ્વારા વાત્સલ્યમ્ સમાચાર મોરબી)
મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ઘણી જગ્યાએ શોર્ટ સર્કિટ ન થાય તે માટે પીજીવીસીએલ તંત્ર દ્વારા ટીસી ની આગળ લોખંડની ગ્રીલ ફીટ કરીને પીળા કલરથી રંગીને આડસ ઉભી કરી છે જેથી કોઈ શોર્ટ સર્કિટનું ભોગ ન બને. પરંતુ મોરબી શહેરના પંચાસર રોડ ઉપર વીસ જેટલા ટીસી આવેલા છે તેમાં એક પણ માં આવી આડસ ઉભી કરવામાં આવી નથી તેથી પીજીવીસીએલની આ નીતિ વ્હાલા-દવલાને નીતિ હોય તેવું લોકો બોલી રહ્યા છે અને આ બાબતે આ વિસ્તારના નાગરિકે પીજીવીસીએલના ઇજનેરને લેખિતમાં રજૂઆત કરી ટીસીની આગળ લોખંડની ગ્રીલ ફીટ કરવા કરવા માંગ કરી છે.
મોરબી શહેરનો સનાળા રોડ ઉપર, વાવડી રોડ ઉપર તેમજ કેટલીક સોસાયટીઓમાં ટીસી ઉભા છે તેની આગળ લોખંડની ગ્રીલ ની આડસ ઉભી કરી છે. તો ઘણા ટીસી માં આડસ ઊભી કરી છે પરંતુ તેને દરવાજા ખુલ્લા હોય પશુ ટીસી ની આગળ જાય છે. ત્યારે પંચાસર રોડ ઉપર વીબ જેટલા ટીસી હાલ ઉભા છે પરંતુ તેમાં એક પણ ટીસીમાં લોખંડની ગ્રીલ ની આડસ ઉભી કરવામાં આવી નથી. અહીં પણ માણસોની વસ્તી છે પણ વાલા ની નીતિ હોય તેવું આ બાબતે લાગી રહ્યું છે અહી કોઈ ટીસી માં શોર્ટ સર્કિટ થાય અને તેનો ભોગ બને તો તેનાં માટે કોણ જવાબદાર? તેવું લોકો બોલી રહ્યા છે ત્યારે પંચાસર રોડ ઉપર કીશન પાર્ક માં રહેતા શ્રીરામભાઈ ભોરણીયાએ પીજીવીસીએલના ઇજનેર ને લેખિત રજૂઆત કરીને પંચાસર રોડના ખુલ્લા ટીસીની આગળ લોખંડની ગ્રીલની આદર ઊભી કરવા માંગણી કરી છે.